BUSINESS : સેન્સેક્સ ૩૩૦ પોઈન્ટ ઘટીને ૭૪૫૨૯

0
9
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વનો અંત આવવાની અપેક્ષા છતાં ઈરાન સમર્થિત વિદ્રોહી હુથીઓ દ્વારા સાઉદી અરેબિયા પર હુમલાને લઈ તણાવ વચ્ચે અમેરિકામાં ચાઈનાના પ્રમુખ જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર અને વિશ્વ યુદ્વનો ખતરો ટળવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત ભારતીય શેર બજારોમાં શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા અટકીને આજે બે થી અઢી ડોલર ઘટી આવ્યાસાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૩ પૈસા મજબૂત થતાં ટ્રેડિંગના આરંભિક કામકાજમાં એકંદર ટ્રેન્ડ મજબૂતીનો જોવાયો હતો. પરંતુ લોંગ વિક એન્ડ અને લેણમાં રાતવાસો નહીં કરવાનું મુનાસીબ સમજી ટ્રેડરોએ આજે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરતાં બજારમાં નરમાઈ જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર શેરો, ફાર્મા-હેલ્થકેર, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૩૨૯.૯૧ પોઈન્ટ ઘટીને ૭૪૫૨૯.૦૮ અને નિફટી ૫૦ સ્પોટ ૮૫.૩૦ પોઈન્ટ ઘટીને ૨૩૩૨૯ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૨.૦૩ડોલર ઘટીને ૯૮.૩૨ ડોલર નજીક અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૨.૨૪ ડોલર ઘટીને ૯૦.૧૪ ડોલર નજીક રહ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૩ પૈસા મજબૂત થઈ ૯૫.૫૯ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : વોલ્ટાસ રૂ.૪૦ તૂટયો : બ્લુ સ્ટાર, ડિક્સન, અંબર એન્ટર. ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. વોલ્ટાસ રૂ.૪૦ ઘટીને રૂ.૧૧૦૨,, બ્લુ સ્ટાર રૂ.૩૫ ઘટીને રૂ.૧૫૩૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૬૧ ઘટીને રૂ.૧૩,૦૯૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૯૦ ઘટીને રૂ.૭૦૧૪, ક્રોમ્પ્ટન રૂ.૧.૮૫ ઘટીને રૂ.૨૨૩.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૯૨.૩૦ પોઈન્ટ ઘટીને ૬૦૯૮૯.૨૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૯ પોઈન્ટ ઘટયો : કેઈન્સ રૂ.૧૯૦, અપાર રૂ.૬૯૮, થર્મેક્સ રૂ.૧૦૬ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ગઈકાલે મોટી તેજી બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. કેઈન્સ રૂ.૧૯૦.૨૦ તૂટીને રૂ.૩૪૫૯.૯૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૯૮.૬૫ તૂટીને રૂ.૧૮,૨૩૯.૩૫, થર્મેક્સ રૂ.૧૦૫.૯૫ તૂટીને રૂ.૩૪૭૫, જયોતી સીએનસી રૂ.૨૮.૦૫ ઘટીને રૂ.૧૦૮૫.૫૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૪૩.૯૫ ઘટીને રૂ.૭૧૨૭, હોનટ રૂ.૬૭૨.૯૫ ઘટીને રૂ.૩૪,૦૨૪.૩૦, એસ્ટ્રલ રૂ.૨૪.૯૦ ઘટીને રૂ.૧૩૮૩.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૬.૨૦ ઘટીને રૂ.૪૯૬૮.૫૦, ભેલ રૂ.૭ ઘટીને રૂ.૪૨૬.૨૫, હિટાચી એનજીૅ ઈન્ડિયા રૂ.૪૯૦ તૂટીને રૂ.૩૧૩૭૦ , સીજી પાવર રૂ.૧૪ ઘટીને રૂ.૮૯૫, મઝગાંવ ડોક રૂ.૨૯ ઘટીને રૂ.૨૨૦૪ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૬૯.૩૨ પોઈન્ટ ઘટીને ૭૬૪૧૫.૯૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૩૦૦ પોઈન્ટ ઘટયો : એક્યુટાસ, ગુજરાત કિડની, એક્યુટાસ, કોન્કોર્ડ બાયો ઘટયા


ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી. એક્યુટાસ રૂ.૨૦૯.૨૫ તૂટીને રૂ.૩૨૧૩.૦૫, શિલ્પા મેડી રૂ.૩૭.૬૫ ઘટીને રૂ.૧૦૩૩.૨૦, કોન્કોર્ડ બાયો રૂ.૫૦.૧૦ ઘટીને રૂ.૧૫૩૦.૬૫, રૂબિકોન રૂ.૫૯.૪૦ ઘટીને રૂ.૧૬૭૧.૯૦, ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશ્યાલિટી રૂ.૭.૪૦ તૂટીને રૂ.૧૭૫.૭૫, મોરપેન લેબ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૧૮.૯૫, ટારન્સ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૩૩૧.૪૦, વિન્ડલાસ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૧૧૦૨.૩૫, વેનબરી રૂ.૫.૪૫ ઘટીને રૂ.૨૨૨.૪૫, કોપરાન રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૭૬.૭૫, આરતી ડ્રગ્ઝ રૂ.૯.૫૫ ઘટીને રૂ.૪૨૬, ક્વોલિટી ફાર્મા રૂ.૮૪.૮૦ ઘટીને રૂ.૩૭૫૨.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૦૦.૫૭ પોઈન્ટ ઘટીને ૫૧૭૧૪.૫૧ બંધ રહ્યો હતો.
તહેવારોમાં વાહનોની ખરીદીને મંદ પ્રતિસાદના સંકેતે ઓટો શેરો હ્યુન્ડાઈ, અપોલો ટાયર, આઈશર ઘટયા


પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધાતા અને મોંઘવારીના પરિબળ સાથે દુકાળના સંકેત વચ્ચે તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી મંદ રહેવાના અંદાજોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. હ્યુન્ડાઈ મોટર રૂ.૩૪.૧૦ ઘટીને રૂ.૨૧૦૧, શેફલર રૂ.૬૬.૧૦ ઘટીને રૂ.૪૦૫૭, અપોલો ટાયર રૂ.૬.૩૦ ઘટીને રૂ.૪૦૨.૫૦, આઈશર મોટર્સ રૂ.૧૧૫ ઘટીને રૂ.૭૪૩૦, એક્સાઈડ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૪૨૯.૪૦, બજાજ ઓટો રૂ.૧૧૯ ઘટીને રૂ.૧૧,૩૭૧, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૪૪૦.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૯.૯૮ પોઈન્ટ ઘટીને ૫૯૯૦૧.૩૯ બંધ રહ્યો હતો.


બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો હળવા થયા : ફેડરલ બેંક, પીએનબી, સ્ટેટ બેંક, કોટક બેંક, એક્સિસ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો. ફેડરલ બેંક રૂ.૫ ઘટીને રૂ.૩૨૭, પીએનબી રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૧૬.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૮૫ ઘટીને રૂ.૯૮૬.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૪૧૨.૫૦, એક્સિસ બેંક રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૨૪૨.૫૦, હોમ ફર્સ્ટ રૂ.૪૪.૧૫ ઘટીને રૂ.૧૨૧૨.૩૦, સિટી યુનિયન બેંક રૂ.૭.૬૫ ઘટીને રૂ.૨૨૭.૩૦, પ્રાઈમ સિક્યોરિટીઝ રૂ.૯ ઘટીને રૂ.૨૮૮.૮૫ રહ્યા હતા. રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૪.૧૨ પોઈન્ટ ઘટીને ૬૩૫૨૯.૨૧ બંધ રહ્યો હતો.
એઆઈના વધતાં ફફડાટે આઈટી શેરોમાં સેલિંગ : ૬૩ મૂન્સ રૂ.૫૩ તૂટી રૂ.૮૪૧ : ટેરાસોફ્ટ, ઈમુદ્રા તૂટયા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિશ્વભરમાં વધતા પ્રભાવ અને એનાથી દરેક ઉદ્યોગ ચિંતિંત બન્યા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે પણ મોટા પડકારો સામે આવી રહ્યા હોઈ ફફડાટમાં ફંડોએ આજે ફરી આઈટી શેરોમાં વેચવાલી કરી હતી. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૫૨.૮૦ તૂટીને રૂ.૮૪૧.૨૦, ટેરા સોફ્ટ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૩૯.૬૦, ઈમુદ્રા રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૬૪૬.૨૦, બ્લેકબોક્સ રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૮૧૧.૭૫, એમ્ફેસીસ રૂ.૪૪.૨૦ ઘટીને રૂ.૨૨૫૮.૧૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૭૭ ઘટીને રૂ.૫૩૭૩, ડિજીટાઈડ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૮૧.૫૮ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૨૦.૩૫ પોઈન્ટ ઘટીને ૨૭૫૨૪.૨૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં તેજીને બ્રેક : હાઈ એનજીૅ બેટરીઝ, બેકટરફૂડ, નેસ્લે, પી એન્ડ જી હાઈજીન ઘટયા
એફએમસીજી શેરોમાં ફંડોએ તેજીને બ્રેક લગાવી આજે હળવા થવાનું પસંદ કર્યું હતું. હાઈ એનજીૅ બેટરીઝ રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૫૯૭.૧૫, બેક્ટર ફૂડ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૧૭.૯૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૩.૯૦ ઘટીને રૂ.૧૩૬૫.૧૦, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીન રૂ.૧૩૮.૬૦ ઘટીને રૂ.૭૨૮૫.૦૫, બ્રિટાનીયા રૂ.૯૪.૪૦ ઘટીને રૂ.૪૯૨૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૮.૦૩ પોઈન્ટ ઘટીને ૧૭૨૬૫.૯૩ બંધ રહ્યો હતો.
ફરી સાવચેતીમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી વધી : ૨૨૭૯ શેરો નેગેટીવ બંધ
ઈન્ડેક્સ બેઝડ આજે આંચકા સાથે ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ સતત વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૯૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૮૭ અને ઘટનારની સંખ્યા ૨૨૭૯ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૮૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૨૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૮૦૯.૯૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૮૪૫.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૫૫.૮૦કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૧૨૦.૦૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૫૯૯.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૭૯.૬૫ કરોડની વેચવાલી કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here