GUJARAT : દાંતા થી અંબાજી વચ્ચે આવેલી 4 પ્રાચીન વાવો ખંડેર હાલતમાં, તંત્ર દ્વારા ડેવલપ કરાય તેવી રાજવીની માંગ

0
141
meetarticle

દાંતા તાલુકામાં અલગ અલગ જગ્યાએ દાંતા સ્ટેટ વખતની બનાવેલી વર્ષો જૂની 4 પ્રાચીન વાવો લોકો માટે ખૂબ ઉપયોગી અને વિસામા સ્થાન હતું પણ હાલમાં આ વાવોની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ અને ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ 4 વાવોને રીનોવેશન કરી અધતન બનાવવામાં આવે તેવી માંગ દાંતા રાજવી રિદ્ધિરાજસિંહે કરી છે.

આઝાદી પહેલા અંબાજી મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા ચાલતો હતો, ત્યારે અંબાજી આવતા લોકો માટે દાંતા સ્ટેટ દ્વારા દર 4-5 કિલોમીટર પર આવી વાવો બનાવવામા આવી હતી. આ વાવો પાણી અને વિશ્રામ સ્થાન માટે ઉપયોગી હતી,પણ હાલમાં દાંતા થી અંબાજી વચ્ચે આવેલી પ્રાચીન વાવો ખંડેર બની ગઈ છે, જેને લઈને રાજવી તંત્રને રિનોવેટ કરવાની માંગ કરી છે.હાલમાં દાંતા થી અંબાજી વચ્ચે આવેલી આ 4 વાવોની હાલની સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે.નકામા ઝાડ ઊગી ગયા છે અને વાવ ની દીવાલો નબળી થઈ ગઈ છે.છેલ્લા કેટલાક વર્ષોથી આ વાવોની ઘોર ઉપેક્ષા કરાતી હોય તેવું લાગી રહ્યું છે.આ ચાર વાવો અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી છે અને પૌરાણિક છે. આ બધી વાવો દાંતા સ્ટેટ ના સમયમાં નિર્માણ પામેલી છે.દાંતા સ્ટેટ બાદ ગુજરાત સરકારનો વહીવટ આવતા હાલમાં આ તમામ દાંતા થી અંબાજી વચ્ચેની વાવો ખૂબ જ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આ 4 વાવોના નામ પરથી ગામોના નામ પડેલા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળ્યું છે. દાંતાથી અંબાજી વચ્ચે પ્રથમ આવતા હરીવાવ,પીપળાવાળી વાવ,દેવળિયાવાળી વાવ અને ધાબાવાળી વાવ મુખ્યત્વે છે.આ વાવોને તંત્ર દ્વારા જીવંત કરાય તો યાત્રિકો માટે સુંદર રસ્તામાં વિશ્રામ સ્થળ બની શકે તેમ છે.દાંતા સ્ટેટના રાજવી રિધ્ધિરાજસિંહ હાલમાં વાવ માટે તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે.

અહેવાલ :લક્ષ્મણ ઠાકોર અંબાજી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here