અમદાવાદના પાનકોર નાકાથી માંડીને ત્રણ દરવાજાના વિસ્તારમાં રસ્તાઓ પરના ફેરિયાઓને હટાવ્યા પછી પંદર જ દિવસમાં ફરી ફેરિયાઓએ અડ્ડો જમાવી દેતા દુકાનદારોની હાલત છતી દુકાને ધંધા વિનાના વેપારી જેવી થઈ ગઈ છે. પંદર દિવસ પહેલા જ વેપારીઓની દુકાનના પ્રવેશ દ્વારા પાસે અડ્ડો જમાવીને બેસી જતાં તથા દાદાગીરી કરતાં ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બારથી ચઉદ દિવસમાં જ ફરીથી ફૂટપાથ પર જમાવટ કરવા માંડી હતી.

ત્રણ દરવાજા વિસ્તારના રસ્તા અને ફૂટપાથ પર બેસતા પાથરણાવાળાઓને કારણે આ વિસ્તારની દુકાનોમાં ગ્રાહકો પ્રવેશી જ ન શકતા હોવાથી દુકાનદારો અને પાથરણાવાળાઓ વચ્ચેનો તનાવ સતત વધી રહ્યો છે. દુકાનદારોેની ફરિયાદ છે કે પાથરણાવાળાઓ રસ્તો રોકીને બેસી ગયા હોવાથી તેમની દુકાનમાં ગ્રાહકો આવી શકતા જ નથી.આ મુદ્દે પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પોલીસ સાંભળતા જ નથી. પખવાડિયા પૂર્વે વેપારીઓની વારંવારની ફરિયાદને ધ્યાનમાં લઈને તમણે પાથરણાવાળાઓને દૂર તો કર્યા હતા. પરંતુ અમ્યુકોના સત્તાવાળાઆ ગયા પછી દસથી બાર દિવસમાં જ તેમણે ધીમે ધીમે ત્યાં બેસવાનું પાછુ ચાલુ કરી દેતા દુકાનદારોની સ્થિતિ ફરી એકવાર જૂની સ્થિતિ જેવી જ થઈ ગઈછે. ે
એક તરફ ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ આપીને તેમના ંા તોડી રહ્યા છે. રિટેઈલ ચેઈનવાળા પણ દુકાનદારોના ધંધો તોડવા માંડયા છે. હવે ફેરિયાઓ તેમના ધંધાને હડપ કરી જવા માટે સક્રિય થઈ રહ્યા છે.પરિણામે દુકાનદારોને ત્રેવડો માર પડી રહ્યો છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી આ મુદ્દે પોલીસને તથા અમ્યુકોના અકિારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. પાંચ કૂવાથી ત્રણ દરવાજાના વિસ્તારના દુકાનદારોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે
દુકાનાદરોના ૫૦થી ૬૦ ટકા ધંધા તૂટી ગયા છે. તેથી તેમણે અમ્યુકોના અધિકારીઓને પણ ફરિયાદ કરી છે. પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.

