BREAKING NEWS : રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત

0
43
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંગે રાજકોટ ક્રાઈમના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો, હિસ્ટ્રીશિટરના કેટલા બાંધકામો તોડવામાં આવ્યા છે. સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશાયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.

જંગલેશ્વરમાં ગુનેગારોની મિલ્કતના ડિમોલેશનની યાદી

• સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઇ પઠાણ: ગુજસીટોક સહિત અલગ અલગ 14 ગુનાઓ દાખલ, 3 ઓરડીઓનું ડિમોલેશન• આશીફ ઉર્ફે ગંધારો સુલેમાન સમા:જુદા જુદા 17 ગુનાઓ દાખલ, 1 મકાનનું ડિમોલેશન

• દિનેશ જીવાભાઇ વાળા હિસ્ટ્રીશીટર: 1 ઓરડી

• રહેમત ઉર્ફે રમા જાવીદ જુણેજા: ગાંજા પેડલર, અલગ અલગ 12 ગુનાઓ દાખલ, 3 મકાન, 48 ઓરડીઓ, 3000 સ્કેવેર ફુટનો વંડો

• સમીર ઉર્ફે સંજલો ઉર્ફે સંજય જુણેજા: ગુજસીટોક સહિત 12 ગુનાઓ દાખલ, 16 ઓરડીઓ

• જાવેદ જુસબ જુણેજા: ગાંજાનો પેડલર, 8 ઓરડીઓ

• તોસીફ ઉર્ફે બાઘો અસીમ ઉમરેટીયા: પ્રોહિબીશન સહિત 14 ગુનાઓ દાખલ, બે વખત પાસા-1 મકાન, 8 ઓરડીઓ

• અસીમ હાજીભાઇ ઉમરેટીયા: બુટલેગર-1 મકાન, 12 ઓરડી

• ઇમરાન ઉર્ફે ટીકડો અસીમ ઉમરેટિયા: બે વખત હદપાર, 27 ગુનાઓ પોલીસ ચોપડે દાખલ, 1 મકાન 1 દુકાન

• તનવીર ઉર્ફે તનીયો રફિક શિશાંગિયા: પ્રોહિબિશનના 12 ગુના,એક વખત પાસા, 1 મકાન અને 1 દુકાનવિનુ કમાભાઇ સિંઘવ: દેશી દારૂ બુટલેગર 12 ગુનાઓ દાખલ, 1 ઓરડી 1 દુકાન

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here