સુરેન્દ્રનગર જીલ્લા પુરવઠા વિભાગની ટીમને વઢવાણ-લખતર રોડ પર ચેકિંગ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલ એક પીકઅપ ગાડી શંકાસ્પદ જણાઈ આવતા તેને અટકાવવામાં આવી હતી.

વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડયું હતું. આથી પુરવઠા વિભાગ દ્વારા વાહન ચાલક રાહુલભાઈ મનુભાઈ સાવધરીયા ડ્રાઇવર નામની પૂરછપરછ કરતા અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની મંજુરી, પાસ-પરમિટ કે માન્ય બિલ પાસે નહોતા અને વધુ તપાસ કરતા ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા, વજન અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલો જેટલો જથ્થો કોઈપણ આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડયું હતુ. આથી પુરવઠા વિભાગ દ્વારા ચોખા કિંમત રૃ. ૬૨,૪૧૧.૮૫ અને પીકઅપ વાહન કિંમત રૃ.૦૪ લાખ સહિત ફૂલ રૃ.૪,૬૨,૪૧૧.૮૫ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો તેમજ ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

