RAJKOT : કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, પાપ છુપાવવા સગીરાને પરાણે ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો

0
9
meetarticle

રાજકોટમાં કાકા-ભત્રીજીના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. મૂળ મધ્ય પ્રદેશના અને રાજકોટમાં મજૂરી કામ કરતા પરિવારની 14 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ છેલ્લા પાંચ મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા અને હોસ્પિટલ પહોંચતા આ કાકાની ક્રૂરતા સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, સગીરાને પેટમાં અસહ્ય દુ:ખાવો થતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. તબીબોએ આ ગોળીઓની તપાસ કરી પિતાને જણાવ્યું કે આ ગર્ભનિરોધક ગોળીઓ છે.

તબીબોની વાત સાંભળી પિતાએ પુત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા સગીરાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેણે જણાવ્યું કે, તેની સાથે જ રહેતો 37 વર્ષીય કૌટુંબિક કાકો છેલ્લા 5 મહિનાથી જ્યારે પિતા કામે જતા ત્યારે તેની સાથે બળજબરી કરતો હતો. પોતે પકડાઈ ન જાય તે માટે તે સગીરાને ગર્ભનિરોધક ગોળીઓ ખાવા માટે મજબૂર કરતો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 37 વર્ષીય આરોપીની પત્ની બાળકો સાથે પિયરમાં રિસામણે હતી. ઘરમાં પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે પોતાની જ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. 5 મહિના પહેલા જ્યારે પિતા મજૂરી કામે બહાર હતા ત્યારે પ્રથમ વખત આ કુકર્મ આચરવામાં આવ્યું હતું. હાલ બાળકીના પિતાની ફરિયાદના આધારે રાજકોટ બી-ડિવિઝન પોલીસે ત્ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે BNSની કલમ 65(1),351(3) અને પોક્સો એક્ટની કલમ 4(2) તથા 6(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here