બાવળા તાલુકાના બગોદરાથી સરલા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે.

આશરે બે કિલોમીટરના અંતર સુધી માર્ગ પર મોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી પસાર થતા માટી ભરેલા ઓવરલોડ ડમ્પરોને કારણે રોડ તૂટી ગયો છે. ખાડાઓને લીધે ટુ-વ્હીલર ચાલકોમાં અકસ્માતનો ભય અને કાર ચાલકોના વાહનોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાહન ચાલકોએ તંત્ર પાસે સત્વરે આ રોડની મરામત કરવાની માંગ કરી છે.

