GUJARAT : અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ

0
21
meetarticle

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દિલ્હી ખાતે ૨૫૯ કિલો ચાંદીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો, જેમાં રૃ. ૧૭.૩૧ લાખનું ૧૫ કિલો ચાંદીનું બોક્ષ દિલ્હી એરપોર્ટ પરથી ગુમ થયું હતું. આ  બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ 

એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશન ગ્રૃપમાં નોકરી કરતા આધેડે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે સાત મહિના પહેલા બી.વી.સી લોજીસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ૨૫૯ કિલો ચાંદીના ૧૭ બોક્ષ દિલ્હી ખાતે મોકલવા માટે એર કાર્ગોનું બુંકિંગ લઇ આવી કાર્ગોમાં સ્કાય હાયને આપ્યા બાદ ૧૭ બોક્ષ ચાંદી ટ્રોલીમાં ભરીને અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં લોડ કર્યા હતા.ત્યારબાદ આ ફ્લાઇટ સાંજે દિલ્હી એરપોર્ટ પર પહોચી હતી. ત્યાં એર ઇન્ડિયા કાર્ગો દ્વારા તપાસ કરવામાં આવતા ૧૭ ચાંદીના બોક્ષ પૈકી ૧૬ બોક્ષ જ મળી આવ્યા હતા. તેમાં રૃા. ૧૭.૩૧ લાખની ૧૫ કિલો ચાંદીનું એક બોક્ષ ત્યાં મંળી આવ્યું ન હતું જેથી દિલ્હી એર ઇન્ડિયા તરફથી અમદાવાદ એર ઇન્ડિયા ઓફિસ કાર્ગોમાં મેઇલથી જાણ કરવામાં આવી હતી. જે બાદ લોડ કરનાર કર્મચારીઓ અને એર ઇન્ડિયાના કર્ચારીઓની પૂછપરછ કરતા કોઇને આ અંગે જાણ ન હતી. જેથી સીસીટીવી ચેક કરતા અહીથી ૧૭ બોક્ષ લોડ કરવામાં આવ્યા હતા તે સ્પષ્ટ દેખાતા હતા. જેથી દિલ્હી એરપોર્ટ પરથી કાર્ગોમાંથી સામાન બહાર કાઢતી વખતે ૧૫ કિલો ચાંદીનું બોક્ષ ચોરાયું હોવાની શંકા સેવાઇ રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here