WORLD : યુદ્ધમાંથી અમેરિકાની પીછેહઠ? ટ્રમ્પે કહ્યું મિશન પૂર્ણ થવાના આરે, હોર્મુઝ અંગે પણ હાથ અધ્ધર

0
20
meetarticle

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના 21માં દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ‘એક્ઝિટ પ્લાન’ આપ્યો છે. જે બાદ હવે અમેરિકા સીઝફાયર માટે રાજી થાય તેવી અટકળોને વેગ મળ્યો છે.

ઈરાનમાં અમારા જે ઉદ્દેશ્યો હતા તે પૂરાં થયા: ટ્રમ્પનો દાવો

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના જે સૈન્ય ઉદ્દેશ્યો હતા, તે હવે પૂર્ણ થવાના આરે છે. જે બાદ હવે અમેરિકા સૈન્ય કાર્યવાહી ધીમે ધીમે ઓછી કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ પોતાની ઉપલબ્ધિઓને જીત માની રહ્યા છે.

અમે મિડલ ઈસ્ટના દેશોની રક્ષા કરી: ટ્રમ્પ

ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે ઈરાનની મિસાઈલ ક્ષમતા, સંરક્ષણ ઉદ્યોગ, નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખી. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઇશું નહીં. અમે ઈઝરાયલની સાથે સાથે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરીન અને કુવૈતની પણ રક્ષા કરી અને આગળ પણ કરતાં રહીશું.

હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમેરિકાએ હાથ અધ્ધર કર્યા 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે પણ અમેરિકાએ હાથ અધ્ધર કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુદ્ધના કારણે જ્યાં લાખો કરોડના ઓઈલ અને ગેસનો વેપાર ઠપ થઈ ગયો છે. ત્યાં હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે જે દેશો હોર્મુઝ સ્ટ્રેટથી પોતાના જહાજો લઈ જતાં હોય તે ત્યાંની સુરક્ષા કરે. જરૂર પડે ત્યારે અમેરિકા મદદ કરશે. પણ સુરક્ષાની જવાબદારી તો તે દેશોની જ હોવી જોઈએ. અમેરિકા ક્યારેય આ રસ્તાનો ઉપયોગ કરતું નથી. જે દેશો અહીંથી ઓઈલ લઈ જતાં હોય અને વેપાર કરતાં હોય તે આગળ આવે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here