VADODARA : શહેરમાં વધુ 657 CCTV કાર્યરત થતાં કેમેરાની સંખ્યા 2609 થઇઃ ગાંધીનગર કંટ્રોલરૃમ સાથે પણ સંકલન

0
108
meetarticle

 વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારો હવે સીસીટીવી કેમેરામાં આવરી લેવામાં આવ્યા છે.આજે બીજા ૬૫૭ કેમેરા કાર્યરત કરી નવા કંટ્રોલરૃમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ટ્રાફિક અને ગુનાઇત પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના એન્ટ્રી પોઇન્ટો,હાઇવે,શહેરો અને નગરપાલિકાઓમાં સીસીટીવી કેમેરા મુકાવવામાં આવી રહ્યા છે.જે માટે રચાયેલા ટાસ્ક ફોર્સના અધ્યક્ષની જવાબદારી વડોદરા પોલીસ કમિશનરને સોંપાઇ છે.

આજે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વડોદરા પોલીસ ભવન ખાતે ૪.૨૮ કરોડના ખર્ચે બનેલા કમાન્ડ એન્ડ કંટ્રોલરૃમનું રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે બીજા ૬૫૭ કેમેરા પણ કાર્યરત થતાં શહેરમાં કુલ ૨૬૦૯ કેમેરા કામ કરતા થયા છે.

આ ઉપરાંત વડોદરાના ૭૦૦૦ જેટલા ખાનગી કેમેરા ઉપરાંત પોલીસને આપવામાં આવેલા ૭૦૦ થી વધુ બોડીવોર્ન કેમેરાનું પણ કંટ્રોલરૃમ ખાતે સંકલન કરવામાં આવ્યું છે.વડોદરાના સીસીટીવી કેમેરાનું માત્ર પોલીસ ભવનના કંટ્રોલરૃમ જ નહિ પણ ગાંધી નગરના કંટ્રોલ રૃમ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here