બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટ નિમિષા ધોત્રેએ ઐતિહાસિક જીત મેળવી છે. રાજ્યભરમાંથી 99 ઉમેદવારો વચ્ચે થયેલી સ્પર્ધામાં તેઓ વડોદરાથી વિજયી થનાર એકમાત્ર મહિલા ઉમેદવાર બન્યા છે.

ગત 6 માર્ચે યોજાયેલી આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી 45 હજારથી વધુ વકીલોએ મતદાન કર્યું હતું. જેમાંથી કુલ 23 ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો તરીકે ચૂંટાયા છે, જેમાં પાંચ બેઠકો મહિલા માટે અનામત છે.
વડોદરાથી ત્રણ મહિલા સહિત કુલ 9 વકીલો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં એડવોકેટ શીતલ ઉપાધ્યાય, નિમિષા ધોત્રે પટેલ, રસીદ વ્હોરા, નલિન પટેલ, વિક્રમ પઢીયાર, યુનુસખાન પઠાણ,જગત દેસાઈ, રણજીત રાઠોડ અને અનિશા સૈયદનો સમાવેશ થાય છે. દિવાળીપુરા કોર્ટ ખાતે 2723 વકીલ મતદાતાઓએ મતદાન કર્યું હતું.
નિમિષા ધોત્રેએ 2128.87 મત મેળવી ક્વોટા (1928.59) કરતાં વધુ મતોથી જીત મેળવી છે. મહત્વપૂર્ણ છે કે, બાર કાઉન્સિલના ઇતિહાસમાં કોઈ મહિલા ઉમેદવાર અગાઉ ક્વોટા પાર કરી શકી નહોતી, ત્યારે આ વિજય ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.
વિજય બાદ નિમિષા ધોત્રેએ સમગ્ર ગુજરાતના વકીલોનો આભાર વ્યક્ત કર્યો છે

