હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે.
હાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી
લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે
મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છેહાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી છે. લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, અગાઉ એક નિશ્ચિત ઉંમર સુધી હાર્ટ એટેક આવતો હતો, પરંતુ હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે.
સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં કાર્ડિયોવસ્ક્યુલર બિમારી વધી રહી છે. દર વર્ષે મહિલાઓના થતા મૃત્યુમાં 35 ટકા મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. મહિલાઓમાં હ્રદય સંબંધિત બિમારીઓ બાબતે જાગૃતતા આવે તે જરૂરી છે. મહિલાઓમાં કાર્ડિયોવૈસ્ક્યુલર ડિસીઝ (હ્રદય રોગ સંબંધિત બિમારી) સાથે જોડાયેલ ગંભીર લક્ષણો વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
હ્રદય રોગના લક્ષણો
હ્રદય રોગ પ્રત્યે જાગૃતતાનો અભાવ અને મહિલાઓમાં હાર્ટ ડિસીઝ પ્રત્યેની સેંસેટિવિટીને કારણે મહિલાઓને હ્રદય સંબંધિત બિમારી થઈ રહી છે. જેના કારણે મહિલાઓ ઓછી ઉંમરે હાર્ટ એટેક અને હ્રદય રોગ સંબંધિત બિમારીનો શિકાર બની રહી છે. કેટલાક મામલે મહિલાઓમાં પુરુષોની સરખામણીએ હ્રદય રોગના લક્ષણો અલગ હોઈ શકે છે. જેમ કે, મહિલાઓને હાર્ટ એટેક પહેલા જડબામાં દુખાવો તાય છે, જે એક સામાન્ય લક્ષણ છે. ઉપરાંત ખભા અને ડાબી બાજુની છાતીમાં દુખાવો થાય છે. પીઠના ઉપરના ભાગ અને પેટના ઉપરના ભાગમાં વારંવાર દુખાવો થવો તે ગંભીર હાર્ટ એટેકનો સંકેત આપે છે. સતત પરસેવો થવો, ચક્કર આવવા તે કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ છે. કોઈપણ ભારે કામ ના કરવા છતાં હાથમાં દુખાવો થવો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
કઈ મહિલાઓને હાર્ટ એટેકનું જોખમ રહે છે
જે મહિલાઓની ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેકના કેસ હોય તેમને હ્રદય રોગનું જોખમ વધુ રહે છે. ઉપરાંત ડાયાબિટીસ 2, મેદસ્વીતા, હાઈપરટેંશન એટલે કે, હાઈ બીપીથી પીડિત મહિલાઓ હાર્ટ એટેક અને હ્રદય રોગનો શિકાર થાય છે. જે મહિલાઓનો કોલસ્ટ્રોલ હાઈ હોય અને મેનોપોઝ ચાલી રહ્યો હોય, ચિંતા અને ડિપ્રેસીવ મહિલાઓ, અનિંદ્રા લેતી મહિલાઓ, જે મહિલાઓ વધુ સ્મોકિંગ અને દારૂનું સેવન કરતી હોય તેઓ હ્રદય રોગનો શિકાર બને છે.