AHMEDABAD : અફરાતફરીનો માહોલ , શિવરંજની BRTS બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે આગથી નુકસાન

0
134
meetarticle

અમદાવાદના શિવરંજની બી.આર.ટી.એસ.બસસ્ટેન્ડના કેશકાઉન્ટર પાસે બુધવારે બપોરે અગમ્ય કારણસર એકાએક આગ લાગતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત આગ લાગી તે સમયે ગેટ ખુલ્લો નહીં હોવાના કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગને કારણે પ્રિન્ટર સહિતની સામગ્રી ખાખ થઈ હતી. સદનસીબે ઈજા કે જાનહાની ટળી ગઈ હતી.આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બુધવારે બપોરે ૧૨.૪૫ કલાકે બસ સ્ટેન્ડની અંદર આવેલી કેબિનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો.પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની ફાયર ટેન્કર,વોટર ટેન્કર સહિત ૧૧ ફાયરમેન,સ્ટેશન ઓફિસર સાથેના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી આગને ગણતરીની મિનીટમા હોલવી હતી.આગના કારણે પંખા તથા ઈલેકટ્રિક વાયરીંગ ખાખ થઈ ગયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here