BOLLYWOOD : કાર્તિક અને શ્રીલીલાની ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ફરી શરૂ

0
19
meetarticle

કાર્તિક આર્યન અને શ્રીલીલાએ  અનુરાગ બસુની  ફિલ્મનું શ્રીનગરમાં ફરી શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના ટાઇટલ વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. 

અગાઉ આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. હવે શૂટિંગ આગળ વધારાયું છે. 

અગાઉ આ ફિલ્મને ‘આશિકી થ્રી’ તરીકે ઓળખાવાઈ હતી. જોકે, કાનૂની વિવાદ બાદ તે ટાઈટલ પડતું મૂકાયું હતું. 

બીજી તરફ કાર્તિકની અટકી પડેલી ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’નું શૂટિંગ પણ આગામી મે અથવા જુલાઈમાં શરુ થવાની શક્યતા છે. આ ફિલ્મની જાહેરાત પાંચ વર્ષ પહેલાં થઈ હતી. અગાઉ ફિલ્મના દિગ્દર્શક તરીકે હંસલ મહેતા નક્કી થયા હતા પરંતુ હવે  શિમિત અમીન આ ફિલ્મનું શૂટિંગ કરવાના હોવાનું કહેવાય છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here