વોટ્સએપ પર હાલમાં છેલ્લા કેટલાક દિવસથી ઘણાં યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેસેજથી લઈને એપ્લિકેશન હેંગ થઈ રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પણ ઘણાં યુઝર્સ તેમની આપવીતી કહી રહ્યાં છે. જોકે આ સમસ્યા દરેક યુઝર્સ સાથે જોવા નથી મળી રહી. આ યુઝર્સે અન્યને પૂછ્યું હતું કે શું કોઈ અન્ય કોઈને પણ વોટ્સએપનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે. યુઝર્સને મેસેજ મળે છે અથવા તો સેન્ડ કરે છે ત્યાર બાદ થોડી સેકન્ડ માટે વોટ્સએપ હેંગ થઈ રહ્યું છે. અન્ય યુઝરે પણ કમેન્ટ કરીને જણાવ્યું હતું કે તેની સાથે પણ આ થઈ રહ્યું છે. જોકે આ કેમ થઈ રહ્યું છે એ વિશે કોઈ કારણ જાણવા મળ્યું નથી.

વનઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના એક પોર્ટલ કોમ્પસ દ્વારા તેમના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘણાં વોટ્સએપ યુઝર્સ હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ સાથે જ હેંગ પણ થઈ રહ્યું છે.
વોટ્સએપ નથી થયું ડાઉન
દુનિયાભરમાં સર્વિસ ડાઉન થઈ હોય તો એને ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિટેક્ટર મુજબ અત્યાર સુધી વોટ્સએપ સર્વિસ ડાઉન થઈ હોય એવી કોઈ માહિતી શેર કરવામાં નથી આવી. આથી વોટ્સએપમાં કોઈ સમસ્યા છે અથવા તો વોટ્સએપની સર્વિસ ડાઉન થઈ હોય એવું કહેવું ખોટું છે.
વોટ્સએપ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું
વોટ્સએપ દ્વારા મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં કોઈ તકલીફ આવી રહી છે અથવા તો એપ્લિકેશન હેંગ થઈ રહી છે એ વિશે હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે વોટ્સએપ દ્વારા તેમના FAQ પેજ પર પહેલેથી જ માહિતી આપવામાં આવી છે. આ માહિતીમાં મેસેજ સેન્ડ અને રિસીવ ન થવા પાછળના ઘણાં કારણો જણાવવામાં આવ્યા છે. તેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ મહત્વની છે. મેસેજ સેન્ડ ન થવા પાછળ આ સૌથી સામાન્ય કારણ છે.
- મેસેજ જે વ્યક્તિને સેન્ડ કરવામાં આવી રહ્યો છે, તેના કોન્ટેક્ટ પર પણ ઇન્ટરનેટ કનેક્શનને લઈને ઇશ્યુ હોઈ શકે છે.
- સામેની વ્યક્તિનો ફોન બંધ હોવો પણ કારણ હોઈ શકે છે.
- નેટવર્ક કવરેજની બહાર હોય અને ઇન્ટરનેટ માટેનું કનેક્શન ન હોય તો પણ એવું થઈ શકે છે.
મેસેજ સેન્ડ અને રિસીવ ન થતાં હોય તો શું કરશો?
વોટ્સએપ દ્વારા FAQ પેજ પર કહેવામાં આવ્યું છે કે મેસેજ સેન્ડ અને રિસીવ ન થતાં હોય તો તેના માટે કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવાથી તેનો સોલ્યુશન મળી શકે છે.
- વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.
- ફોનની ઓપરેટિંગ સિસ્ટમને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
- મોબાઇલનું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરો અને તે કનેક્ટેડ છે કે નહીં તે જુઓ.
- દરેક વસ્તુ બરાબર હોય તો એક વાર મોબાઇલને રિસ્ટાર્ટ કરો.આટલું કરવાથી મોટાભાગના ઇશ્યુ સોલ્વ થઈ જાય છે. વોટ્સએપ તેની એપ્લિકેશનને સતત અપડેટ કરતું રહે છે. આથી તેમાં કોઈ ખામી હોય તો પણ તે જલ્દી દૂર થઈ જાય છે. આ સાથે જ વોટ્સએપ નવા-નવા ફીચર્સ પણ લોન્ચ કરતું રહે છે. આ માટે યુઝર્સે વોટ્સએપને અપડેટ કરતા રહેવું. આ માટે પ્લે સ્ટોર અને એપ સ્ટોરનો જ ઉપયોગ કરવો.

