BOLLYWOOD : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ‘કિંગ’ ફિલ્મના ગીતનું શૂટિંગ સોમવારથી શરૂ થશે

0
3
meetarticle

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગના એક ભવ્ય ગીતનું શૂટિંગ સોમવારથી મુંબઇમાં શરૂ કરવામાં આવશે. બીજી પુત્રી દેવીની માતા બન્યા બાદ દિપિકા પદુકોણ આ ગીતના શૂટિંગમાં ભાગ લઇ ફરી ફિલ્મ ક્ષેત્રે કાર્યરત થશે.

અગાઉ આ ગીતનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ હવે મુંબઇમાં જ એક અઠવાડિયામાં આ ગીતને શૂટ કરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

હાલ આ ગીતની સિકવન્સને જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મરચન્ટ તૈયાર કરી રહી છે. વૈભવી અગાઉ શાહરૂખ ખાન સાથે જવાન ફિલ્મમાં કામ કરી ચૂકી છે. વૈભવી મરચન્ટ અને શાહરુખ ખાન આઠમી વાર સાથે કામ કરી રહ્યા છે.

સિદ્ધાર્થ આનંદ લિખિત અને નિર્દેશિત કિંગ ફિલ્મને ડિસેમ્બરમાં નાતાલના તહેવારમાં રજૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્મમાં કરીના કપૂરનું એક ગીત કૂલ ડેડી પણ સામેલ કરવામાં આવ્યું છે.

બીજી પુત્રી દેવીની માતા બન્યા બાદ દીપિકા પાદુકોણ આ ગીતના શૂટિંગમાં ભાગ લઈ ફરી ફિલ્મી ક્ષેત્રે કાર્યરત થશે.

જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ એક અઠવાડિયામાં આ ગીતની સિક્વન્સ તૈયાર કરશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં નાતાલના તહેવારમાં રિલીઝ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here