BOLLYWOOD : ભણશાલીની આગામી ફિલ્મ સાઉથના સ્ટાર રામ ચરણ સાથે

0
204
meetarticle

સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મ માટે બોલીવૂડના સ્ટાર્સને છોડીને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ  પર દાંવ લગાડવાની તૈયારીમાં છે. નિર્માતા-દિગ્દર્શક એક પૈન ઇન્ડિયા ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યો છે જે એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, એટલું જ નહીં આ ફિલ્મની વાર્તા સાઉથના એકટરના વ્યક્તિત્વ સાથે મેળ ખાતી હોવાથી તેણે રામ ચરણને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે પસંદ કર્યો છે.

આ ફિલ્મને પાંચ ભાષામાં બનાવવાની યોજના છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ એક હિસ્ટોરિકલ એડવેન્ચર ડ્રામા હશે જેની વાર્તા એક જંગલમાં સેટ હશે. ૨૦૨૪માં સંજય લીલા ભણશાલીએ રામ ચરણ સાથે અમીશ ત્રિપાઠીનીા પુસ્તક લીજેન્ડ ઓપ સુહેલદેવ પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના કરી હતી,  પરંતુ સમુસુથરું પાર પડયુ ન હતું.હવે તેઓ બે વરસ પછી ફરી સાથે કામ કરવાની યોજના કરી રહ્યા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here