BOLLYWOOD : સિંગર આશા ભોંસલેની તબિયત લથડી, થાક અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

0
124
meetarticle

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની તબિયત બગડતા તેમણે તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકાની તબિયત લથડતા તેમના પરિવારજનો અને ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પૌત્રીએ આપી અપડેટ

આશા ભોંસલેની પૌત્રી ઝનાઈ ભોંસલેએ (Zanai Bhosle) આશાજીની તબિયત અંગે ટ્વીટ કર્યું છે. તેને જણાવ્યું કે, ‘મારી દાદી, આશા ભોંસલેને થાક અને ચેસ્ટ ઇન્ફેક્શન (છાતીમાં ચેપ)ના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખશો. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે બધું જલ્દી ઠીક થઈ જશે. અમે તમને આગળ પોઝિટિવ અપડેટ આપીશું.’ મહત્વનું છે કે પહેલા આશાજીને હૃદયરોગનો હુમલો (કાર્ડિઆક અરેસ્ટ) આવ્યો હોવાના સમાચાર હતા જે બાદ પરિવાર તરફથી પૌત્રીએ ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે.

ચાહકોએ પ્રાર્થના શરૂ કરી

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ દેશ-વિદેશમાં વસતા તેમના કરોડો ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને જાણીતી હસ્તીઓએ પણ આશાજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા

આશા ભોંસલેએ સાત દાયકાથી વધુ સમય સુધી ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરવા બદલ નોંધાયેલું છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here