BOLLYWOOD : ‘લગન લાગી રે’માં રાશા થડાની વીરની હિરોઈન બનશે

0
111
meetarticle

રાજ કુમાર હિરાનીના પુત્ર વીરની ડેબ્યૂ ફિલ્મ ‘લગન લાગી રે’માં હિરોઈન તરીકે રાશા થડાનીને સિલેક્ટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

વીરની આ પહેલી ફિલ્મ હોવાથી તેની સાથે હિરોઈન તરીકે કોઈ ફ્રેશ ફેસની પસંદગી  કરવાનું સર્જકોએ નક્કી કર્યું હતું. રાશા અગાઉ ‘આઝાદ’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે પરંતુ તે ફિલ્મ ફલોપ ગઈ હતી. 

આ ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈથી શરુ થવાની ધારણા છે.  જોકે, ટ્રેડ વર્તુળો આ પ્રોજેક્ટની સફળતા અંગે શંકા સેવી રહ્યા છે.  ટ્રેડ વર્તુળો કહે છે  કે રાજકુમાર હિરાનીએ દીકરાને લોન્ચ કરવા માટે પ્રમાણમાં ઓછા જાણીતા પ્રોડયૂસર તથા ડિરેક્ટર પર ભરોસો રાખ્યો છે.  પ્રોડયૂસર જય શુકરામાની કે  દિગ્દર્શક સોનાલી રાઠોડે કોઈ મોટી સફળ ફિલ્મ આપી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here