BOLLYWOOD : અક્ષય કુમારની ‘ભૂત બંગલા’મૂવીની રફતાર ધીમી પડી, 5 માં દિવસે કરી માત્ર આટલી કમાણી, જાણો ‘ધુરંધર 2’ નાં ટોટલ કલેક્શન વિશે

0
17
meetarticle

અક્ષય કુમાર સ્ટારર ‘ભૂત બંગલા’ મૂવીની રફતાર ધીમી પડી ગઈ છે. જ્યારે ‘ધુરંધર 2’ 34 માં દિવસે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. તો જાણો ‘ભૂત બંગલા’ અને ‘ધુરંધર 2’ નાં ટોટલ કલેક્શન વિશે.અક્ષય કુમારે 14 વર્ષ પછી પ્રિયદર્શનની સાથે ફરી સ્ક્રીન શેર કરી છે. ‘ભાગમ ભાગ’, ‘હેરા ફેરી 2’, ‘માલામાલ વીકલી’ જેવી ક્લાસિક કોમેડી ફિલ્મ આપનાર પ્રિયદર્શનની મૂવી ‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નથી. ફિલ્મની રફ્તારને જોતા એવું લાગી રહ્યું છે કે, આ વખતે પણ પ્રિયદર્શનનો જાદુ કંઈ ખાસ કમાલ નહીં કરી શકે.


પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ 5 દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. આમ, 5 દિવસમાં ફિલ્મે જોઈએ તેટલી કમાણી કરી નથી. જ્યારે ‘ધુરંધર 2’ની વાત કરવામાં આવે તો ફિલ્મ હાલમાં પણ સારી કમાણી કરી રહી છે.

પહેલાં દિવસનાં પેડ પ્રીવ્યૂનાં કલેક્શનને જોડવામાં આવે તો ભૂત બંગલાની કુલ કમાણી 12.25 કરોડ રૂપિયા હતી. શનિવાર અને રવિવારનાં રોજ ફિલ્મનાં બિઝનેસ પર અસર જોવા મળી હતી. શનિવારનાં રોજ ફિલ્મે 19 કરોડ અને રવિવારનાં રોજ 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


વીકેન્ડ પૂરો થતાની સાથે જ અક્ષય કુમાર, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની અને તબ્બુ સ્ટારર ફિલ્મની હાલત ખરાબ થઈ છે. પહેલાં જ સોમવારે ફિલ્મની કમાણી અડધાથી ઓછી થઈ ગઈ છે. ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. મંગળવારનાં રોજ ફિલ્મે ભારતમાં 7.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સોમવારની તુલનામાં મંગળવારે ફિલ્મે 13.3 ટકા કરતા વધારે કમાણી કરી. આ સાથે ભૂત બંગલાએ 100 કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી છે, પરંતુ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ભૂત બંગલાએ 117.71 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


ભારતની વાત કરવામાં આવે તો ભૂત બંગલાએ પાંચમા દિવસે ભારતમાં માત્ર 72.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દેશભરમાં ફિલ્મે 5 દિવસ પછી 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.બીજી તરફ આદિત્ય ધરની “ધુરંધર: 2” થિયેટરોમાં 34 દિવસથી ધૂમ મચાવે છે. એક મહિના પછી પણ ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. આમ, ધુરંધર 2માં લોકોને રણવીરની એક્ટિંગ જોરદાર પસંદ પડી રહી છે.ધુરંધર 2ની કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મનાં બીજા પાર્ટે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1750 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, ધુરંધર અને ધુરંધર 2 એમ બન્ને મળીને દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 3000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here