NATIONAL : LPGના ભાવમાં વધારો , 993 રૂપિયા વધ્યા ગેસના ભાવ; જાણો નવા રેટ

0
33
meetarticle

દેશભરમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાવધારો થયો છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીઓ પુરી થયા બાદ કોમર્શિયલ LPG સિલિન્ડર (19 કિલો) ના ભાવમાં વધારો થયો છે. રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ 1લી મે, 2026થી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹993 નો વધારો કર્યો છે.

આ વધારા બાદ દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે ₹3,000 ને વટાવી ગઈ છે. જોકે તેલ કંપનીઓએ જનતાને રાહત આપતા ઘરેલુ LPG સિલિન્ડર (14.2 કિલોગ્રામ સિલિન્ડર) ના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં વધારા પછી દિલ્હીમાં 1 કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે જે 1 એપ્રિલે 2078.50 રૂપિયા હતી એટલે કે 1 મેથી એક સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો છે.

આ વધારાથી દેશભરમાં હોટલ અને રેસ્ટોરન્ટના બિલમાં વધારો થશે. રાંધેલા ખોરાકના ભાવ પણ વધી શકે છે, તેમજ સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.

LPGના ભાવ

કોમર્શિયલ LPGના ભાવમાં વધારો થયો છે પણ રસોઈ ગેસના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો આ વર્ષની 7 માર્ચે થયો હતો. હાલમાં, દિલ્હીમાં રસોઈ ગેસનો ભાવ ₹913 છે. મુંબઈમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ₹912.50 છે. ચેન્નાઈમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ₹928.50 છે. કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત ₹939 છે.

ઈરાન-અમેરિકા તણાવની અસર

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જે ભારતમાંથી મોટા પ્રમાણમાં ગેસ અને તેલ આયાત કરતું હતું તે બંધ છે. સ્ટ્રેટ બંધ થવાથી ગેસ અને તેલનો પુરવઠો ઓછો થયો છે જેના કારણે ભારતને અન્ય સ્ત્રોતોમાંથી તેની આયાત વધારવાની ફરજ પડી છે. આના કારણે ખર્ચમાં વધારો થયો છે અને પુરવઠા પર દબાણ આવ્યું છે જેના કારણે ગેસના ભાવમાં વધારો થયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here