મુંબઈમાં, રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’ 27 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા નીડર ગૌંડ આદિવાસી યુવતીની ભૂમિકા ભજવી રહી છે. તે જ સમયે ઇમરાન હાશ્મીની ‘ગનમાસ્ટર જી9’ અને આયુષમાન ખુરાના-શર્વરી વાઘની ‘યે પ્રેમ મોલ લિયા’ પણ રિલીઝ થતા બોક્સ ઓફિસ પર ત્રણેય ફિલ્મો વચ્ચે ટક્કર થશે.
રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’ને ૨૭ નવેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ સમયગાળામાં ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર જી૯ અને શર્વરી વાઘ તથા આયુષમાન ખુરાનાની ‘યે પ્રેમ મોલ લિયા’ રજૂ થઇ રહી હોવાથી બોક્સ ઓફિસ પર ત્રણે ફિલ્મો ટકરાશે તેમ મનાય છે.

રશ્મિકાએ તેની ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટા પર જારી કર્યું છે તેમાં તે ભાલો લઇને માટી અને લોહીથી ખરડાઇને લડી રહી હોવાનું જણાય છે. આ ફિલ્મમાં રશ્મિકાએ નીડર ગૌંડ આદિવાસી યુવતીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ રશ્મિકાને ફિલ્મ આ જ ફિલ્મની એક ડાન્સ સિકવન્સમાં ઇજા થઇ હતી.
બીજી તરફ ઇમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની ફિલ્મ ‘ગનમાસ્ટર જી૯’ પણ રજૂ થઇ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય દત્ત કરી રહ્યા છે.
બીજી તરફ સૂરજ બડજાત્યા તેમની ‘યે પ્રેમ મોલ લિયા’ આ જ અરસામાં રજૂ કરવાના છે. તેમાં તેઓ આયુષમાન ખુરાનાને નવા જમાનાના પ્રેમ ત રીકે રજૂ કરવાના છે.

