ફિલ્મમેકર બોની કપૂર અને સદ્ગત શ્રી દેવીની નાની પુત્રી ખુશી કપૂરે બાન્દ્રા પશ્ચિમમાં ૨૫મા રોડ પર ૧૮૦ ચોરસફૂટનો કારપેટ એરિયા ધરાવતી જગ્યા ૬૩ લાખ રૂપિયામાં ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. પહેલી સપ્ટેમ્બરે કરવામાં આવેલાં આ સોદામાં ૩.૧૫ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી પેટે ભરવામાં આવ્યા હતા.
ખુશી કપૂરે ફારૂક ચાગલા નામની વ્યક્તિ પાસેથી આ પ્રોપર્ટી ખરીદી હતી. ખુશી કપૂરે આમ તેની પ્રોપર્ટી માટે ચોરસ ફૂટના અંદાજે ૩૫,૦૦૦ રૂપિયાનો ભાવ ચૂકવ્યો હતો. જો કે, આ આંકડા રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવેલી કિંમતો દર્શાવે છે.

તે જ બાન્દ્રા પશ્ચિમનો પ્રોપર્ટીનો પ્રવર્તમાન બજાર ભાવ હોય તે જરૂરી નથી. ઝોયા અખ્તરની ૨૦૨૩માં આવેલી ફિલ્મ આર્ચીમાં કામ કરી ખુશી કપૂરે હિન્દી ફિલ્મની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

