GUJARAT : ફોટો સ્ટુડિયો ચલાવતો આધેડ વયનો પતિ શાક વેચતી મહિલા પાછળ પાગલ થયો, પત્નીએ પરચો બતાવ્યો

0
12
meetarticle

વડોદરામાં ફોટો સ્ટુડિયો ધરાવતા આધેડ વયના પતિની પ્રેમલીલાથી કંટાળી ગયેલી મહિલાએ તેને પાઠ ભણાવતા આખરે પતિ સુધારવા માટે છેલ્લી તક આપવા માટે કરગર્યો હતો.
વડોદરામાં ફોટો સ્ટુડિયો ધરાવતો આધેડ વયનો પુરુષ છેલ્લા કેટલાક સમયથી ઘરમાં પૈસા આપતો ન હતો અને કોઈની સાથે ફોન ઉપર લાંબી વાતો કર્યા કરતો હતો. જેથી ધંધામાં પણ પૂરતું ધ્યાન અપાતું ન હતું. એક વર્ષ પહેલા પત્નીને પતિની હરકતોની જાણ થતા તેણે લગ્નના 30 વર્ષ થઈ ગયા છે હવે બે યુવાન સંતાન ઉપર ધ્યાન આપો.. તેવી સલાહ આપી હતી. પરંતુ એક શાકભાજી વેચતી મહિલાની પાછળ પાગલ થયેલો પતિ સમજવા તૈયાર ન હતો. પત્નીએ એક વર્ષ પહેલા કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપતા પતિએ માફી માંગી લીધી હતી અને આવી હરકતો નહીં કરે તેવી ખાતરી આપી હતી.

થોડા સમય પછી ફરીથી પતિએ પ્રેમલીલા શરૂ કરી દેતા આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી. અભયમે પતિનું કાઉન્સેલિંગ કરી બે છોકરાઓના ભવિષ્ય ઉપર ધ્યાન આપવા સમજાવતા અને કાયદાકીય રીતે કેટલો ગંભીર ગુનો આચરી રહ્યા છે તેની સમજ આપતા આખરે પતિએ છેલ્લી તક આપવા માટે પત્નીને વિનવણી કરી હતી. જેથી પત્ની માની ગઈ હતી અને પતિ પાસે લેખિતમાં માફી મંગાવી સમાધાન કર્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here