WORLD : રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી શકતા નથી:140 કરોડ લોકોની જરૂરિયાત પૂરી કરવા દુનિયાના દરેક ખૂણેથી ખરીદીશું : નાણાં મંત્રી નિર્મલા સીતારમણ

0
7
meetarticle

રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદતા દેશો પર ટ્રમ્પ દ્વારા 100% ટેરિફ લાદવાના નવા કાયદા બાદ ભારત તરફથી નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત અચાનક રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી શકતું નથી અને ન તો તરત જ અન્ય સપ્લાયરો તરફ વળી શકે છે.

મંગળવારે યોજાયેલા ‘બિઝનેસલાઇન ચેન્જમેકર એવોર્ડ્સ’ કાર્યક્રમમાં નાણાં મંત્રીએ કહ્યું કે દેશની 140 કરોડની વસ્તીની ઊર્જા જરૂરિયાતો અને સ્થાનિક ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત માટે દેશનું હિત સર્વોપરી છે અને ભારત દુનિયાના દરેક એવા ભાગમાંથી ઓઈલ ખરીદશે જ્યાંથી તે સરળતાથી અને યોગ્ય શરતો પર ઉપલબ્ધ હશે.

નાણામંત્રીના નિવેદનની 5 મોટી વાતોરશિયા પાસેથી ઓઈલ લેવાનું બંધ કરશો તો મોંઘવારી વધશે: જો ભારત રશિયાને છોડીને અન્ય દેશો પાસેથી ઓઈલ લેવા લાગશે, તો બજારમાં ઓઈલની અછત સર્જાશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ અચાનક ખૂબ વધી જશે.

મિડલ ઈસ્ટ સંકટ પહેલાંથી જ પુરવઠો ઓછો: સાઉદી અરેબિયાની રિફાઇનરીઓ પરના હુમલાઓ અને ખાડી દેશોમાં વધી રહેલા તણાવને કારણે દુનિયામાં પહેલેથી જ ક્રૂડ ઓઈલની અછત છે.

બજારમાં અછતનું જોખમ: રશિયા જેવા મોટા સપ્લાયર પાસેથી અચાનક દૂર થવાથી સમગ્ર વૈશ્વિક બજારનું સંતુલન ખોરવાઈ જશે.

ભારતીય રિફાઇનરીઓની તકનીકી મુશ્કેલી: દેશની રિફાઇનરીઓ માત્ર ચોક્કસ પ્રકારના મધ્યમ ક્રૂડ ઓઈલને જ પ્રોસેસ કરી શકે છે. દરેક પ્રકારનું ઓઈલ અહીં શુદ્ધ કરી શકાતું નથી.

140 કરોડ ભારતીયોનું હિત: અમેરિકાના નવા નિયમોથી પડકારો ચોક્કસપણે છે, પરંતુ સરકાર પોતાની રિફાઇનિંગ ક્ષમતા અને સામાન્ય જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેશે.

ટ્રમ્પનો નવો કાયદો: 100% ટેરિફનું જોખમ

અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સે રશિયા પાસેથી વધુ ઓઈલ ખરીદતા 5 દેશો પર 100% સુધીનો ટેરિફ લાદતું બિલ પસાર કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બિલ પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે અને હવે તે કાયદો બની ગયો છે.

રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદતા 5 દેશોની અમેરિકી યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે, તેથી આ કાયદાથી આ દેશો પર ટેરિફનું જોખમ છે.

100% ટેરિફથી ભારત પર 3 મોટી અસરો થશે

  • ભારતીય માલસામાન બમણા મોંઘા થઈ જશે: અમેરિકા ભારતનું સૌથી મોટું બજાર છે, જ્યાં ભારત દર વર્ષે આશરે 6.5 લાખ કરોડ રૂપિયાનો માલસામાન નિકાસ કરે છે. 100% કર લાદવામાં આવવાથી ભારતીય માલસામાન ત્યાં બમણા મોંઘા થઈ જશે અને વેચાણ ઠપ થઈ જશે.
  • બચત કરતાં 10 ગણું મોટું નુકસાન: રશિયન ઓઈલથી ભારત દર વર્ષે આશરે 60,000 કરોડ રૂપિયા બચાવે છે, પરંતુ અમેરિકી બજાર ગુમાવવાથી થનાર નુકસાન આ બચત કરતાં 10 ગણું વધારે હશે.
  • નોકરીઓ જશે અને રૂપિયો નબળો પડશે: 100% ટેરિફને કારણે અમેરિકા માટે થતી ₹2.1 લાખ કરોડની કાપડ, હીરા અને દવાઓની નિકાસ ઠપ થઈ જશે. તેનાથી આ ઉદ્યોગોમાં કામ કરતા આશરે 15થી 20 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. નિકાસ ઘટવાથી દેશમાં ડોલરની અછત સર્જાશે, જેના કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડી શકે છે.

ઝેલેન્સ્કી બોલ્યા- ભારત ઓઈલ ખરીદવાનું બંધ કરે તો યુદ્ધ અટકી જશે

બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત અને ચીનને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે રશિયાની અર્થવ્યવસ્થા ભારત અને ચીનના પૈસાથી જ ચાલી રહી છે.

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ લેવાનું બંધ કરી દે તો રશિયા પાસે પૈસા ખૂટી જશે અને યુદ્ધ આપમેળે અટકી જશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here