મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે સોના- ચાંદીના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધ્યા હતા. જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ જોકે ઘટાડા પર રહ્યા હતા. મુંબઈ બજારમાં ધનતેરસના વેપાર એકંદરે સારા રહ્યા પછી હવે દિવાળીના દિવસે માગ કેવી રહે છે તેના પર નજર રહી હતી.
દરમિયાન, અમેરિકામાં જોબગ્રોથના આંકડા ફેન્ટાસ્ટીક આવતાં વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૭૩ ટકા ઉછળ્યાના સમાચાર હતા. ત્યાં ઓક્ટોબરના જોબગ્રોથ ૬૫થી ૭૦ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે હકીકતમાં જોબગ્રોથ વધી ૧૬૫૦૦૦ આવ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં સપ્ટેમ્બરનો જોબગ્રોથ જે અગાઉ ૨૯ હજાર જાહેર થયો હતો તે પછી અપવર્ડ રિવીઝનમાં૨ે ૬૦ હજાર જાહેર થયાના સમાચાર મળ્યા હતા.
અમેરિકામાં જોબમાર્કેટ મજબુત બનતાં ત્યાં આગળ ઉપર વ્યાજ દર વધવાની શક્યતા વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉછળી ઉંચામાં ૧૦૨.૩૬ થઈ છેલ્લે ૧૦૨.૨૮ રહ્યો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૧ વાળા ફરી વધી રૂ.૯૪ પાર કરી રૂ.૯૪.૦૮થી ૯૪.૦૯ બોલાતા થયા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૧૨૦૦૦ તેના ૯૯૯ના રૂ.૧૪૧૮૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૧૧૦૦ વધી રૂ.૧૮૪૦૦૦ બોલાતા થયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૪૦૬૮થી ૪૦૬૯ વાળા છેલ્લે ભાવ ૪૦૭૦થી ૪૦૭૧ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ રૂ.૫૨.૧૧થી ૫૨.૧૨ વાળા છેલ્લે ભાવ ૫૧.૯૧થી ૫૧.૯૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૧૮૮૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૦૦૦ બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૯૮.૫૩ વાળા ૯૬.૬૭ થઈ છેલ્લે ભાવ ૯૮.૩૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૯.૦૭ થઈ ૯૦.૮૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો પડતાં વિશ્વબજારમાં આ સપ્તાહમાં ક્રૂડના ભાવ ૭થી ૮ ટકા તૂટી જતાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. કોપરમાં વિકલી ભાવ ઘટાડામાં આઠ મહિનાનો રેકોર્ડ તૂટયો હતો.
દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૩૨થી ૧૫૩૩વાળા છેલ્લે ૧૫૩૯થી ૧૫૪૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૨૫થી ૧૦૨૬ વાળા છેલ્લે ભાવ ૧૦૨૪થી ૧૦૨૫ ડોલર રહ્યા હતા.

