BOLLYWOOD : રણબીર કપૂર હવે બનશે નિર્દેશક! પોતાની પહેલી ફિલ્મ માટે પટકથા લખવાની કરી શરૂઆત

0
28
meetarticle

રાજકપૂરના ફિલ્મ બનાવવાના વારસાના જાળવી રાખવાના મનસૂબા સાથે રણબીર કપૂર ફિલ્મ નિર્દેશક બનવાના માર્ગે ધીમે ધીમે મક્કમ ડગ માંડી રહ્યો છે.
એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે તે થોડા મહિનાઓથી પોતાની ફિલ્મની પટકથા લખી રહ્યો છે.

રણબીરે જણાવ્યું હતું કે આગામી વર્ષો એક્ટર તરીકે તેનો છેલ્લો દાયકો બની રહેશે.

એ પછી તે ફિલ્મ દિગ્દર્શક બનવા ભણી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. રણબીર પરિવાર સાથે બેસી જોઇ શકાય તેવી સારી પારિવારિક ફિલ્મો બનાવવા માંગે છે.રણબીરે જણાવ્યું હતું કે હાલ તે વર્ષમાં માત્ર ૧૨૫ દિવસ જ કામ કરતો હોઇ મારી પાસે સ્ટોરીઓ લખવાનો ઘણો સમય રહે છે.

રણબીર કપૂરે કિશોર વયે ૧૯૯૯માં આવેલી ફિલ્મ આ અબ લૌટ ચલેમાં તેના પિતા ઋષિ કપૂરના સહાયક તરીકે કામ કર્યું હતું. એ પછી સંજય લીલા ભણશાળીની ફિલ્મ બ્લેકમાં પણ તેમના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. એ પછી ૨૦૦૭માં આવેલી સાંવરિયા ફિલ્મમાં રણબીરે એક્ટિંગ શરૂ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here