BOLLYWOOD : ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ બાદ મુંબઈ પોલીસ એક્શનમાં, સેલિબ્રિટીઝ માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી!

0
7
meetarticle

બોલિવૂડ સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને મુંબઈમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલા બાદ હવે મુંબઈ પોલીસે ફિલ્મ કલાકારો માટે એક ખાસ સિક્યોરિટી એડવાઈઝરી જાહેર કરી છે. મુંબઈ પોલીસે તમામ કલાકારોને ભીડભાડવાળી જાહેર જગ્યાઓ પર જવાનું ટાળવા અને જાહેરમાં ફેન્સ સાથે મુલાકાત કે મેળાવડા ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે.

18 ઓક્ટોબરના રોજ ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ શહેરમાં સેલેબ્સની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના જેવા મોટા નામો સામે ધમકીઓ અને રેકીની વિગતો સામે આવ્યા બાદ આ એડવાઈઝરી વધુ મહત્વની બની ગઈ છે.

સાવચેતીના પગલારૂપે મુંબઈ પોલીસનું મોટું પગલું

મીડિયા અહેવાલો અનુસાર મુંબઈ પોલીસના સૂત્રો દ્વારા આ નવી સુરક્ષા માર્ગદર્શિકાની માહિતી આપવામાં આવી હતી. શહેરમાં સેલિબ્રિટીઝની સુરક્ષા અંગે વધી રહેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી એક સાવચેતીના પગલા તરીકે જાહેર કરવામાં આવી છે. કલાકારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પબ્લિક પ્લેસ પર ફેન્સની વચ્ચે જવાનું ટાળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફેન ગેધરિંગ્સથી દૂર રહે.

ટાઇગર શ્રોફ ફાયરિંગ કાંડ: ગાડી પર હુમલો

8 ઓક્ટોબરના રોજ ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફ ચમત્કારિક રીતે ઈજા વગર બચી ગયો હતો. આ ફાયરિંગ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મુંબઈના ઘણા જાણીતા કલાકારો અને હસ્તીઓના ઘરોની ગુપ્ત રીતે જાસૂસી કરવામાં આવી રહી હતી.

અમિતાભ બચ્ચનનું ‘જલસા’ બંગલો, બુલેટપ્રૂફ ગ્લાસ અને રાજકીય વિવાદબોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા ‘જલસા’ બહાર પણ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. વર્ષોથી રવિવારે ઘર બહાર એકઠા થતા ફેન્સનું અભિવાદન કરતા અમિતાભ બચ્ચન ગયા અઠવાડિયે બુલેટપ્રૂફ ગ્લાસ પાછળ ઊભા રહીને ચાહકોને હાથ હલાવતા નજરે પડ્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખોફ અને આયુષ્માન ખુરાના પાસે કરોડોની ખંડણી
મીડિયા અહેવાલો અનુસાર, બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝને કુખ્યાત જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા શખ્સો તરફથી ધમકીઓ મળી રહી છે. ગયા અઠવાડિયે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો.

ખંડણીની માંગણી: પોતાને લોરેન્સ બિશ્નોઈનો સાગરીત ગણાવતા શખ્સે અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરી હતી, જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here