BOLLYWOOD : માતૃત્વની સફર અંગે કિયારા અડવાણીનો મોટો ખુલાસો, મહિલાઓના સપોર્ટ પર આપ્યો ભાર

0
3
meetarticle

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં જ પોતાની પ્રેગ્નન્સીના સફર અને શરૂઆતના પડકારો વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે આ નાજુક સમયમાં તેને જીવનની અન્ય મહિલાઓ પાસેથી કઈ રીતે સાથ અને સમજ મળી હતી

પ્રેગ્નન્સીના શરૂઆતના મહિના રહ્યા મુશ્કેલ

ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ’માં વાત કરતા કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, ‘પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના ખૂબ જ પડકારજનક હતા. આ દરમિયાન મને ઉલ્ટી જેવું થતું અને અનેક પ્રકારના હૉર્મોનલ બદલાવોનો સામનો કરવો પડ્યો હતો.’

પરિવાર અને સહેલીઓના સપોર્ટની જરૂરિયાત

શરૂઆતમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ખુશખબર કોઈને ન જણાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ કિયારાને અનુભવ થયો કે આ મુશ્કેલ સમયમાં તેને મહિલાઓના સહારેની જરૂર છે. આ અનાગે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, ‘શરૂઆતમાં અમે કોઈને ન કહેવાનું વિચાર્યું હતું, પણ પછી મેં કહ્યું કે ના સિડ, મારે મારી મમ્મી સાથે વાત કરવી છે, મારે મારી સાસુની જરૂર છે. મારે એવી મહિલાઓની જરૂર છે જે મને સમજી શકે.’ અભિનેત્રીએ એ પણ યાદ કર્યું કે જ્યારે તે સહેલીઓ સાથે બેસીને રડતી ત્યારે સહેલીઓ મને કોઈ સવાલ કર્યા વગર સાથ આપતી હતી, જેનાથી જીવન ખૂબ સુંદર બની જાય છે.’

બીજી પ્રેગ્નન્સીની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણીએ ગત 7 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત પણ કરી દીધી છે. તેણે પોતાની પુત્રી સારાયાના નાના હાથની એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે બાળકોના મોજાં પકડ્યા હતા. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘અમને ફરી એકવાર સૌથી મોટી ભેટ મળી છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here