રાજપીપલા માં બે આખલાઓ વચ્ચે જાહેર રોડ પર એક કલાક સુધી ચાલ્યું આખલા યુદ્ધ ચાલ્યું.
રાજપીપલા લીમડાચોક રોડ પર ઘટના ઘટી હતી.જેમાં આખલાઓએ બે સ્કૂટર સવાર ને અડફેટમાં લીધા હતા.સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા.જેને કારણે જાહેર રોડ પર ના રાહદારીઓ વાહન ચાલકો, સ્થાનિકો માં ફફડાટ ફેલાયો હતો.
આજુબાજુના રહીશોએ લાકડી દંડા પથ્થર મારો ચલાવ્યો તો પણ એક બીજાને ભેટી મારી રહેલા આખલા ઓ ટસ ના મસ ના થયા.ત્યાર પછી રહીશો એ ચારે બાજુથી આખલા ઉપર પાણીનો મારો ચલાવ્યો તો પણ આખલા ભેટી મારીને લડતા રહ્યાં.છેવટે રહીશોએ વાંસ સાથે
સળગાવેલો સળગતો કાકડો છોડ્યો ત્યારે આખલા છુટા પડ્યા
રહીશો એ દંડા મારી ભગાવતા છુટા પડ્યા ત્યારે લોકોએ રાહતનો દમ લીધો હતો.
રાજપીપલામાં જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે.
રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવાની લોકોએ માંગ કરી છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપળા


