Saturday, May 18, 2024
Homeટોપ ન્યૂઝહિમાચલના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, 16 લોકોનાં મોત

હિમાચલના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, 16 લોકોનાં મોત

- Advertisement -

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં શાળાના બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ મોટી દુર્ઘટના કુલ્લુ જિલ્લાના શૈનશરમાં થઈ છે. શાળાના બાળકો અને અન્ય લોકો ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બસમાં લગભગ 40 લોકો સવાર હતા. બસ જંગલા ગામ પાસે પહોંચી હતી, ત્યારે અચાનક તે બેકાબૂ થઈને લગભગ 200 મીટર નીચે ઉંડી ખીણમાં પડી ગઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના આજે  સવારે લગભગ 8.30 વાગ્યે થઈ હતી. બસ શનશરથી ઓટ જઈ રહી હતી. ડેપ્યુટી કમિશનર કુલ્લુ આશુતોષ ગર્ગે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળી આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો મોટો હતો કે બસ ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જેને લઈને બસની અંદર લોકોના મૃતદેહ ફસાઈ જતાં તેમને બહાર કાઢવું મુશ્કેલ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular