GUJARAT : કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ભેંસાવહી ગામે રાત્રિસભા યોજાઇ

0
49
meetarticle

સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્રારા લોકોના સામુહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જેતપુરપાવી તાલુકાના ભેંસાવહી ગામ ખાતે રાત્રિસભા યોજાઈ હતી.

ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં માળખાકિય સુવિધાઓ,શાળાના ઓરડા, નવી આંગણવાડી, ગામની જમીનના રિસર્વે સહિતના સામુહિક પ્રશ્નો રજુ કરવામા આવ્યા હતા.

કલેક્ટર સંબંધિત અધિકારીઓને ગ્રામજનોના સામુહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી વહેલી તકે પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી.તેઓએ ગ્રામજનોને ખાત્રી આપી હતી કે તેમના પ્રશ્નોના નિકાલ સત્વરે કરવામાં આવશે.

આ રાત્રિસભામાં કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર અને સરપંચ કુસુમ બેન્ રાઠવાના હસ્તે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ રાત્રિસભામાં નાયબ કલેકટર, જેતપુરપાવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રિસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here