Friday, May 3, 2024
Homeગુજરાતવઢવાણની બાળાઓ દ્વારા 44 ડિગ્રી તાપમાનમાં લોક જાગૃતિનો નવતર પ્રયોગ

વઢવાણની બાળાઓ દ્વારા 44 ડિગ્રી તાપમાનમાં લોક જાગૃતિનો નવતર પ્રયોગ

- Advertisement -

હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે વઢવાણની બાળાઓ દ્વારા 44 ડિગ્રી તાપમાનમાં લોક જાગૃતિનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વઢવાણની બાળાઓ દ્વારા વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના પગલે શહેરના ધોળીપોળ પુલ પર સેવ એન્વાયરમેન્ટના સ્લોગન લખી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભિક તબક્કામાં જ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. લોકો આગ ઓકતી ગરમીમાં બહાર નીકળવાના બદલે ઘરમાં આરામ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે વઢવાણની બાળાઓ દ્વારા 44 ડિગ્રી તાપમાનમાં લોક જાગૃતિનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

 

ત્યારે અન્ય એક સર્વેમાં સૌથી ઓછા વૃક્ષો સુરેન્દ્રનગર જિલ્લામાં હોવાનું પણ સામે આવ્યું છે. તેને ધ્યાને લઇ લોકોમાં વૃક્ષો અંગે અને સેવ એન્વાયરમેન્ટ અંગે જાગૃતિ આવે તે માટે વઢવાણ શહેરની બાળાઓ દ્વારા ભરબપોરે ધોમધખતા તાપમાં પુલ પર કલરફુલ સ્લોગન લખવામાં આવ્યા છે. જેમણે આ પુલ પરથી નીકળતા લોકો અને વાહનચાલકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે.

જેમાં વઢવાણની બાળાઓ દ્વારા વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના પગલે શહેરના ધોળીપોળ પુલ પર સેવ એન્વાયરમેન્ટના સ્લોગન લખી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે લોકોને જાગૃત કરી પોતાના ઘર આજુબાજુની ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો વાવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular