વાગરા તરફથી સારણ તરફ જતા વળાંક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી નજીક બપોરના સમયે એક આઇસર ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક સવારને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ તેઓની મોટરસાયકલ લઈ બપોરના બે વાગ્યાના કોઠીયા ગામે જતા હતા તે વખતે વાગરા થી સારણ ગામ તરફ જતા રોડ ઉપર ગોકુલધામ રેસીડેન્સીના પાસે આઇસર ટેમ્પો નંબર gj16 એવી 96 81 ના ચાલકે પોતાના કબજાનો આઇસર ટેમ્પો ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સાથે અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી તથા શરીરમાં નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હોય જેથી વાગરા પોલીસે ગુનો નોધી ચાલકને પકડી પાડવાના ચકરો ગતિમાન કર્યા છે
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


