ગુજરાતની ટેક્સટાઇલ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવવા, સ્વદેશી કાપડના પ્રચારને પ્રોત્સાહિત કરવા અને રોજગારીમાં વધારો લાવવા માટે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ ખાતે 17થી ભવ્ય ફેબ્રિક એક્ઝિબિશન શરુ થયું છે. તારીખ 22મી સુધી ચાલનારા આ એકઝીબીશનને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે ન્યૂ ક્લોથ માર્કેટને 66 વર્ષ પૂર્ણ કર્યાં છે અને આ અવસરે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ એકઝીબીશનને સારો પ્રતિભાવ મળતાં સારા કામકાજ થયા છે જે વેપારીઓએ આગામી સીઝન તથા ઈદ, ઓણમ, પોંગલ, હોળી તથા લગ્નસરાના સેમ્પલો તૈયાર કર્યા હતા તેના પગલે કરેલ સારી એવી ઇન્કવાયરી અને ઘરાકી થઇ છે. જેમાં ગ્રે કાપડ , ડ્રેસ મટીરીયલ ,શર્ટિંગ શૂટિંગ ,ડેનિમ ,હોઝીયરીની વેરાયટીના વેચાણનો સમાવેશ થાય છે.
એકઝીબીઝનના આ ત્રણ દિવસ માં ૨૯૬ વેપારી , વિવિધ બ્રાન્ડ્સ ના સીઈઓ તથા વેપારી પ્રતિનીધીઓ દેશભરના વિવિધ બજારોમાંથી આવ્યા હતા. ગારમેન્ટર્સ, એક્સપોર્ટ બાઈંગ હાઉસ અને હોલસેલ ટ્રેડર્સભારત તેમજ વિદેશમાંથી ભાગલઇ રહ્યા છે.

ન્યૂ ક્લોથ માર્કેટના એકઝીબીશનના પ્રથમ દિવસે અમદાવાદના ધારાસભ્ય કૌશિક જૈન, વાઇસ પ્રેસિડેન્ટ ઓલમ્પિક અને ચેરમેન જીએસસી બેન્ક અજય પટેલ, મેયર શ્રીમતી પ્રતિભા જૈન ,ચિરિપાલ ગ્રુપ પ્રેસિડેન્ટ જ્યોતિભાઈ ચિરિપાલ, કાંકરીયા અનુપમ ટેક્સટાઇલના ચેરમેન પૃથ્વીરાજભાઇ અને રાજસ્થાન હોસ્પિટલ શેખાની ગ્રુપના મંગળ ટેક્સટાઇલ ના બાબુભાઈ શેખાની, ખાસ હાજરી આપી હતી.

૮૦૦૦ થી વધુ પ્રી રજીસ્ટ્રેશન આજે બહારગામના મોટી બ્રાન્ડ ધરાવતા ૨૦૦થી વધુ પ્રતિનિધીઓ આવ્યા છે આજે 5000 થી વધુ વેપારીઓએ મુલાકાત લીધી છે.
બીજા દિવસે અમદાવાદના મેયર, પ્રતિભાબેન જૈન , સાંસદ દિનેશભાઇ મકવાણા, ખાડિયા વિસ્તારના કોર્પોરેટર ,માજી ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ત્રીજા દિવસે શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, જીસીસીઆઇ ચેરમેન સંદીપભાઇ એન્જીનીયર, જુદી જુદી માર્કેટ મહાજન અને સંસ્થા ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ શાહે ખાસ હાજરી આપી હતી.

