AHMEDABAD : સોનાના સિક્કાના બહાને રૃા.૧૦નો સિક્કો આપી મંગળસુત્ર લઇ રફૂચક્કર

0
123
meetarticle

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નારોલમાં ગઠિયાએ મહિલાને કહ્યું અમને કંપનીમાંથી કાઢી મૂક્યા છે સુરત જવા પૈસા જોઇએ કહીને મહિલાને વાતો ભોળવીને સોનાનું મંગળ સુત્ર કઢાવી લીધું અને તેના બદલામાં વજનદાર સોનાનો સિક્કો હોવાનું કહીનેર રૃા.૧૦નો સિક્કો રૃમાલમાં બાંધીને મહિલાને આપી ગઠિયાઓ ફરાર થઇ ગયા છે. મહિલાએ ભાભીની દુકાને જઇને પોટલી ખોલતા ઠગાઇની જાણ થઇ હતી. આ બ બનાવ અંગે નારોલ પોલીસે ગુના નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં ગઠિયાએ મહિલાને કહ્યું કંપનીમાંથી કાઢી મૂક્યા છે, સુરત જવા પૈસા જોઇએ કહી વાતોમાં ભોળવીને મંગળસૂત્ર કઢાવી રૃમાલમાં ૧૦નો સિક્કો આપી ગઠિયા રફૂચક્કરનારોલમાં રહેતી મહિલાએ નરોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ ના રોજ બપોરના સમયે ફરિયાદ મહિલા ભાભીની કરિયાણાની દુકાને જતા હતા ત્યારે સોનાના દાગીના પહેરીની નીકળતી મહિલાને ટાર્ગેટ કરતી એક ટોળકીના શખ્સોમાંથી એક શખ્સે મહિલાને દીદી અહિયાં આવોને કહીને બોલાવી હતી અને મને કંપનીમાંથી કાઢી મૂક્યો છે મારે સુરત જવુ છે મારી પાસે રૃપિયા નથી કહીને રૃપિયા માંગ્યા હતા જેથી મહિલાએ આપવાની ના પાડી હતી. જ્યાં ટોળકીનો બીજો શખ્સે તેને મહિલાને દીદી વિશ્વાસ કરો અમે એવા લોકો નથી તેમ કહીને મહિલાને વાતો વાળીને વધુ વિશ્વાસ સંપન્ના કરવા માટે બંને ગઠીયાએ અમારી પાસે ભારે વજન વાળો સોનાનો સિક્કો છે એ તમે લઇ લો અને ભાડાના રૃપિયા આપી દો તેમ જણાવ્યું હતું.

જેથી મહિલા તેઓની વાતોમા આવીને પોતાનું સોનનુંં મંગળ સુત્ર કાઢીને બંનેને આપ્યું  હતું. તેમની પાસેના રૃમાલમાં મહિલાએ આપેલું મંગળ સૂત્ર મુકીને પોટલી વાળી દીધી અને તુરંત બીજા ખિસ્સામાંથી સફેદ કલરની પોટલી કાઢીને આ પોટલીમાં સોનાનો વજનદાર સિક્કો છે કહીને બંન્ને ફરાર થઇ ગયા હતા. મહિલાએ ભાભીની દુકાને જઈને પોટલી ખોલી તો તેમાંથી સોનાનો વજનદાર સિક્કાના બદલે ૧૦ રૃપિયાનો એક સિક્કો નીકળ્યો હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here