Friday, May 17, 2024
Homeઅમદાવાદઅમદાવાદ : નીમા સ્કૂલના વિદ્યાર્થીઓએ રીવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી કરી

અમદાવાદ : નીમા સ્કૂલના વિદ્યાર્થીઓએ રીવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી કરી

- Advertisement -

આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના રીવરફ્રન્ટ પર થશે. પરંતું અમદાવાદની નીમા સ્કૂલે બાળકોના અભ્યાસનું ધ્યાન રાખીને આજે જ રીવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. સ્કૂલના બાળકોએ આજે રીવરફ્રન્ટ પર યોગ કર્યા હતાં. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આવ્યાં હતાં.

અમદાવાદના વાડજમાં આવેલી નીમા સ્કૂલ દ્વારા આજે રીવરફ્રન્ટ પર સવારે સાડા પાંચથી સાત વાગ્યા સુધી યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને ક્રમચારીઓએ યોગ કર્યાં હતાં. વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર, વિવિધ યોગ મુદ્રાઓ કરીને ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવને ઉજવવા માનવ સાંકળ કરીને 75નો આંકડો દેખાય તેવી ઈમેજ બનાવી હતી.

નીમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સોનગરાએ જણાવ્યું હતું કે, આગામી 21 જૂને યોગ દિવસ છે. ત્યારે શહેરના રીવરફ્રન્ટ પર લોકો યોગ કરશે. આ દિવસે જગ્યા મળવી પણ મુશ્કેલ છે. ચાલુ દિવસ હોવાથી બાળકોને બે ધક્કા ખાવા પડે જેથી તેમનો અભ્યાસ અને સમય ના બગડે તે માટે બે દિવસ અગાઉ જ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular