Thursday, May 2, 2024
HomeગુજરાતGUJARAT: સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ અમદાવાદના એરપોર્ટે સર્જ્યો....

GUJARAT: સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ અમદાવાદના એરપોર્ટે સર્જ્યો….

- Advertisement -

અમદાવાદ એરપોર્ટ પર યાત્રિકોની 14 ટકાની વૃદ્ધિ થઇ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં 14 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો એરપોર્ટનો રેકોર્ડ છે. વર્ષ 23-24માં સવા કરોડથી વધુ મુસાફરોનું આવાગમન થયુ છે.

ઉત્તમ સુવિધાઓના કારણે હવાઈ ટ્રાફિકમાં વધારો થયો છે. તેમજ 2023-24માં 88,305 ફ્લાઇટ્સનું આવાગમન થયુ છે. ત્યારે અમદાવાદ SVPI એરપોર્ટે સૌથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવાનો રેકોર્ડ સર્જ્યો છે. જેમાં ઉત્તમ સુવિધાઓને કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકમાં વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ગયા વર્ષની સરખામણીએ મુસાફરોની સંખ્યામાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તથા 2023-24માં 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ SVPI એરપોર્ટે સર્જ્યો છે.

ગત નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ એરપોર્ટ પર ફ્લાઈટસની વૃદ્ધિ નોંધાઈ છે. 2023-24માં અમદાવાદ એરપોર્ટ પર 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular