Wednesday, May 1, 2024
HomeઅમદાવાદAMCને વિકાસનાં 477 પ્રોજેક્ટ માટે 926 કરોડની ગ્રાન્ટ આપી પણ માંડ 50...

AMCને વિકાસનાં 477 પ્રોજેક્ટ માટે 926 કરોડની ગ્રાન્ટ આપી પણ માંડ 50 ટકા રકમ વાપરી શકી!

- Advertisement -

શહેરમાં વિકાસનાં કામો માટે રાજ્ય સરકાર પ્રતિવર્ષ નાણાંપંચની યોજના અંતર્ગત ગ્રાન્ટ ચૂકવે છે. જોકે 2015 -16થી અત્યાર સુધી 14મા નાણાંપંચ યોજના હેઠળ 2015-16થી 2019-20 દરમિયાન કુલ 926.23 કરોડની ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિ.ને ફાળવવામાં આવી છે. પરંતુ તેમાંથી અંદાજે 50 ટકા લેખે માંડ 441.02 કરોડની ગ્રાન્ટ જ વપરાઇ છે. બાકીના 485.21 કરોડની ગ્રાન્ટ હજુ વણવપરાયેલી પડી છે. અર્થાત્ 50 વિકાસના કામો પણ થઈ શક્યા નથી.

અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાની ગુલબાંગો વચ્ચે મ્યુનિ.ને છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે આપેલી ગ્રાન્ટના વપરાશે દાવાની પોલ ખોલી નાંખી છે. જેમાં સ્પષ્ટ થયું છેકે, શહેરમાં વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટ પૈકી અડધાથી પણ વધારે ગ્રાન્ટ વણવપરાયેલી છે. મ્યુનિ.ને આ ગ્રાન્ટનો ઉપયોગ વિકાસના કામોને બદલે તૂટેલા રોડ પર થીંગડાં મારવામાં કરી રહી છે. શહેરના વિકાસ માટે ફાળવવામાં આવતી રકમ અત્યારે તો કોરોનાના બિલ ચૂકવવામાં થવાની શક્યતા છે. લોકોને કોરોનામાં ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર સહિતના ખર્ચ માટે આ રકમનો ઉપયોગ થાય તેમ લાગે છે.

સામાન્ય રીતે ફ્લાયઓવર, પાણી, ગટર માટે ગ્રાન્ટ ફાળવાતી હોય છે

સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં જે મોટા અને વિકાસ માટે મહત્વના હોય તેવા કામો જેવા કે ફ્લાયઓવર બનાવવા, અત્યાધુનિક શાળાઓ બનાવવી, પાણી અને ગટર સહિતના મહત્વના મોટા કામો કરવા જેવા કેટલાક મહત્વના અને પ્રજાની સુખાકારીના કામો આ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ મહાનગરપાલિકા અને નગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો માટે 250 કરોડ ફાળવ્યા છે. જેમાં અમદાવાદને 7.50 કરોડ આપ્યા છે.

વર્ષવાર રાજ્ય સરકારે ફાળવેલી ગ્રાન્ટ અને વપરાશ

વર્ષ ફાળવેલી ગ્રાન્ટ વણવપરાયેલી ગ્રાન્ટ પ્રોજેક્ટ
2015/16 79.85 3.3 51
2016/17 102.22 33.9 41
2017/18 153.03 40.78 99
2018/19 135 37.14 148
2019-20 182.41 96.36 138
2020-21 273.73 273.73 0
કુલ રકમ 926.23 485.21 477

(નોંધ : ગ્રાન્ટની રકમ કરોડમાં છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular