TOP NEWS : New Income Tax Bill 2025માં થશે આ કેટલાક સુધારા, કમિટીએ કર્યા મહત્વના સુચન

0
82
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કેન્દ્ર સરકાર દ્વારા ન્યૂ ઇન્કમટેક્ષ બિવલ 2025ને આવતીકાલે સોમવારે 11 ઓગષ્ટે સંસદના ટેબલ પર રાખવામાં આવશે. આ બિલને લઇને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે કારણ કે આ બિલ સીધું લોકો સાથે સંકળાયેલું છે. બિલને લઇને બનાવાયેલી સિલેક્ટ કમિટીએ નવા આવકવેરા કાયદાને લઇને ઘણા સૂચન કર્યા છે.

11 ઓગષ્ટે “ન્યૂ ઈન્કમ ટેક્સ બિલ 2025” રજૂ

કેન્દ્રીય સરકારે આગામી 11 ઓગસ્ટે સંસદમાં “ન્યૂ ઈન્કમ ટેક્સ બિલ 2025” રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે. આ બિલ અંગે ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. આ નવા બિલને વધુ સ્પષ્ટ, સરળ અને ટ્રાન્સપેરન્ટ બનાવવા માટે સિલેક્ટ કમિટીએ મહત્ત્વપૂર્ણ ભલામણો આપી છે.

4584 પાનાના રિપોર્ટમાં 566 સૂચન અને ભલામણ

21 જુલાઈએ લોકસભામાં રજૂ કરાયેલી પેનલની રિપોર્ટ 4,584 પેજની છે અને તેમાં કુલ 566 સૂચનો આપવામાં આવ્યા છે. કમિટીઆ આ બિલનો અભ્યાસ કરીને ખાસ સૂચનો આપેલા છે જે આ નવા આવકવેરા કાયદાને અસરકારક બનાવી શકે છે કમિટીએ 285 ભલામણો કરી છે જે ટેક્સ સિસ્ટમને સિંપલ કરવા અને આવકવેરા કાયદાને ક્લિયર અને આસાન બનાવવા પર ફોક્સ કરે છે. સંસદીય પેનલે પોતાના 4584 પાનાના રિપોર્ટમાં 566 સૂચન અને ભલામણ કરી છે.

મુખ્ય સૂચનો:

પરિભાષાઓ ડેફિનેશન્સને વધુ સ્પષ્ટ બનાવવી

બિલમાં જે અનેક શબ્દો અને કલમો ઉપયોગમાં લેવાયા છે તેને વધુ સ્પષ્ટ કરવા જોઇએ અને હાલની સિસ્ટમ સાથે સારી રીતે જોડાય તેવા પ્રયાસો કરીને મુંઝવણો દુર કરવી જોઇએ

ઇન્કમ ટેક્સ રિફંડ પર ઢીલ

અગાઉ જે નિયમ હતો કે મોડું ITR ફાઈલ કરનારને રિફંડ નહીં મળે, તેને દૂર કરવાનું સૂચન કરાયું છે. જૂના બિલમાં રિફંડ માટે આઇટીઆર ટાઇમ પર ફાઇલ કરવું જરુરી હતું.

ટેક્સ દરોમાં કોઈ ફેરફાર નહીં

કમિટીના જણાવ્યા અનુસાર ટેક્સ રેટમાં કોઈ મોટો ફેરફાર ભલામણ કર્યો નથી. લાંબા ગાળાના મૂડીલાભ (LTCG) પર દર ઘટાડવાની ખબર પણ ખોટી હોવાનું સ્પષ્ટ કર્યું.

ધારા 80M (કલમ 148)માં સુધારો

સ્પેશિયલ ટેક્સ રેટ હેઠળ આવનારી કંપનીઓ માટે ઈન્ટર-કોર્પોરેટ ડિવિડન્ડ પર ડિડક્શન અંગે ભલામણ.

ઝીરો TDS સર્ટિફિકેટ માટે છૂટ

કમિટીએ ભલામણ કરી છે કે કરદાતાઓને ઝીરો TDS સર્ટિફિકેટ લેવા માટે મંજૂરી હોવી જોઈએ.

MSME માટે વ્યાખ્યા સ્પષ્ટ કરવી

માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસની વ્યાખ્યા MSME અધિનિયમ અનુસાર જ નક્કી કરવાની ભલામણ કરાઇ છે

આ સુધારા કરવા ભલામણો

રિપોર્ટમાં એડવાન્સ રુલિંગ ફિસ, પ્રોવીડન્ટ ફંડ પર ટીડીએસ, લોઅર ટેક્સ સર્ટિફીકેટ્સ તથા પેનલ્ટી પાવર્સ પર ક્લેરિટી માટે બિલમાં કેટલાક સુધારા કરવાની ભલામણ પણ કરાઇ છે.

ટેક્સપેયર્સ માટે વધુ પારદર્શક, સરળ અને જવાબદાર વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ

નવી આવકવેરા બિલ 2025 હવે માત્ર ટેક્સ વસુલાતનું સાધન નહીં, પરંતુ ટેક્સપેયર્સ માટે વધુ પારદર્શક, સરળ અને જવાબદાર વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ છે. જો કે બિલમાં ટેક્સ દરોમાં ફેરફાર નથી, છતાં ઘણા ટેકનિકલ અને વ્યવહારિક સુધારાઓ કરવાના સૂચનો આપી બિલને વધુ લોકહિતક બનાવવાનો પ્રયાસ કરાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here