Thursday, May 2, 2024
Homeગુજરાતસુરેન્દ્રનગરના કોરડામાંથી મળ્યો ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો

સુરેન્દ્રનગરના કોરડામાંથી મળ્યો ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો

- Advertisement -

સુરેન્દ્રનગરના કોરડામાંથી ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટકો કુવો ખોદવા માટે વપરાય છે. 6 રાજસ્થાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝીવની અત્યાર સુધીની સૌથી મોટી રેડ છે. ગેરકાયદેસર એક્સપ્લોઝીવના જથ્થા સાથે રાજસ્થાનના 6 શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કર્યો હતો.

જીલેટીક કેપ્સ્યુલ 441 નંગ, ડીટોનેટર 403 નંગ, ડાયનેમો નંગ 1, વાયરનું બંડલ તેમજ બ્લાસ્ટ કરવાના સાધનો અને એક ટ્રેક્ટર તેમજ એક બાઇક સહીતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સો વિરૂદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામની સીમમાં આવેલી વાડીમાં કુવો ખોદવા માટે બ્લાસ્ટ કરવા એક્સપ્લોઝીવનો ઉપયોગ કરવામાં આવે છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર એક્સપ્લોઝીવના વેચાણનો મસમોટો કારોબાર ચાલતો હોવાની પણ ચર્ચા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular