ANKLESHWAR : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ

0
70
meetarticle

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અજય મીણા, પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ (વડોદરા વિભાગ) અને નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાની સૂચનાને પગલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે.


પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એ. અસ્વાર અને તેમની ટીમને મળેલ બાતમીના આધારે, અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ શાલિમાર સોસાયટીમાં બંગલા નંબર-૨માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, અમિષકુમાર હસમુખલાલ મોદીના નિવાસસ્થાનેથી પાંચ ઈસમોને પત્તા-પાનાનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.

ઝડપાયેલા ઈસમોના નામ નીચે મુજબ છે:
* અમિષકુમાર હસમુખલાલ મોદી
* અશ્વિનભાઈ છોટાલાલ ઘીવાલા
* વિનોદભાઈ કાલીદાસભાઈ પટેલ
* ભરતભાઈ માણેકજી મોમાયા
* હિતેષભાઈ મગનભાઈ રાઠોડ
આ પાંચેય આરોપીઓ અંકલેશ્વર, જી.ભરૂચના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી અંગ ઝડતીના ₹ ૧૨,૮૦૦/-, દાવ પર લગાવેલા ₹ ૩,૯૦૦/- અને ૫૨ પત્તાના પાના મળીને કુલ ₹ ૧૬,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

REPOTER : કેતન મહેતા, અંક્લેશ્વર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here