ફેબ્રુઆરી 26નો મહિનો સંપૂર્ણપણે ખગોળીય ઘટનાથી ભરેલો છે. હમણાં જ 1 લી ફેબ્રુઆરી એ ફૂલ મુન એટલે કે મોટો ચંદ્ર જોવા મળ્યો. હવે હજી આ માસમાં 4 ખગોળીય નવી રોમાંચક ઘટના જોવા મળવાની છે.જેમાં 1)૧૭ ફેબ્રુઆરીએ વલયાકાર સૂર્યગ્રહણ દેખાવાનું છે 2)૧૮ મી ફેબ્રુઆરીએ ચંદ્ર અને બુધની યુતિ જોવા મળશે તો.3)૨૦ ફેબ્રુઆરીએ ચંદ્ર અને શનિની યુતિજોવા મળશે.જયારે સૌથી રોમાંચક ખગોળીય ઘટના 4)૨૭ ફેબ્રુઆરીએ જોવા મળશે. જેમાં મહાન સંરેખણ કહેવામાં આવે છે. એટલે કે એકી સાથે ૬ ગ્રહો બુધ,શનિ, શુક્ર,મંગળ,ગુરુ અને યુરેનિયમની પ્લેનટરી પરેડ જોવા મળશે.ત્યાર બાદ ફરી આ ઘટના 2040થી આ ઘટના 4 વાર જોવા મળશે.

આ રેર ઘટના એટલા માટે
કહેવાય છે કે દર વર્ષે આ પ્રકારની ઘટના જોવા નથી મળતી.
બુધની કક્ષા 88 દિવસમાં એક ચક્કર પૂરું કરે છે. જ્યારે
શુક્ર 225 દિવસમાં, પૃથ્વી 365 દિવસમાં ચક્કર પૂરું કરે
છે. મંગળ 687 દિવસ, ગુરુ 11.9 વર્ષે ચક્કર પૂરું કરે છે.તેવી રીતે શનિ 29.5 વર્ષે અને યુરેનસ 84 વર્ષે અને નેપ્ચ્યુન 165 વર્ષે ચક્કર પતાવે છે.બધાની ગતિ અલગ હોવાના કારણે અલગ અલગઓર્બિટલ સ્પીડ છે. બધું એક સાથે જોવું એ આહલાદક ઘટના છે. બધા ગ્રહ એક તરફ હોય તે એલૌકિક ઘટના
જેવો ભાસ થાય છે.આ મહાન સંરેખણની તારીખ 27ને બદલે મુખ્યત્વે 28 ફેબ્રુઆરીએ વધુ સારી રીતે જોવા મળશે.
- 17 ફેબ્રુઆરીએ વલયાકાર સૂર્યગ્રહણએટલે કે (“રિંગ ઓફ ફાયર”)ની ઘટના જોવા મળશે
આ એક વલયાકાર સૂર્યગ્રહણ છે, જેને “રિંગ ઓફ ફાયર” કહેવાય છે. ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી.તેથી સૂર્યની આસપાસ ચમકતી વલય દેખાય છે. જે માત્ર એન્ટાર્કટીકા અને Southern Indian Oceanમાં દેખાશે.મહત્તમ 2 મિનિટ 18 સેકન્ડ સુધી દેખાશે.
જયારે Partial eclipse દક્ષિણ અમેરિકા(અર્જેનટીના, ચીલા) દક્ષિણ આફ્રિકા ( બોટસવાના વગેરે)માં થોડું દેખાશે. ભારત અને યુરોપમાં આ ગ્રહણ બિલકુલ દેખાશે નહીં.જેમાં ચંદ્ર સૂર્યની બરાબર વચ્ચે આવતા સૂર્ય એક ચમકતી વીંટી જેવો દેખાશે. - 18 ફેબ્રુઆરીએ ચંદ્ર-બુધની યુતિ જોવા મળશે. જેમાં ચંદ્ર અને બુધ આકાશમાં ખૂબ નજીક આવશે.
સામાન્ય રીતે બુધ ગ્રહ સૂર્યની ખૂબ નજીક હોવાથી તેને જોવો મુશ્કેલ હોય છે, પરંતુ ૧૯ ફેબ્રુઆરીએ બુધ સૂર્યથી મહત્તમ અંતરે હશે. આ દિવસે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં આકાશમાં બુધ ગ્રહને નરી આંખે જોવાની શ્રેષ્ઠ તક મળશે.
કેટલાક વિસ્તારોમાં (ખાસ કરીને અમેરિકા જેવા) ચંદ્ર બુધને ઢાંકી દેશે, જેને “ગુપ્તતા” કહેવાય છે. શુક્ર અને શનિ પણ નજીક હશે, તેથી સુંદર દૃશ્ય બનશે. બાયનોક્યુલર્સથી જોવું સારું રહેશે, કારણ કે બંને હોરાઇઝન પાસે નીચા હશે. - 20 ફેબ્રુઆરીએ ચંદ્ર-શનિ યુતિ જોવા મળશે. ચંદ્ર અને શનિ આકાશમાં નજીક આવશે.
આ સાંજે પશ્ચિમ-નીચેના આકાશમાં દેખાશે. શનિ પીળો અને ચંદ્ર સાથે સુંદર જોડી બનાવશે.
આ ભારતમાં પણ સરળતાથી જોવા મળશે.ટેલિસ્કોપથી શનિના રિંગ્સ પણ જોઈ શકાશે. - 27-28 ફેબ્રુઆરીએ મહાન સંરેખણ જોવા મળશે.આ ફેબ્રુઆરીની સૌથી મોટી ઘટના છે! 6 ગ્રહોબુધ, શનિ, શુક્ર,મંગળ,ગુરુ, અને યુરેનિયમ આકાશમાં એક જ આર્ક એટલે કે એક ચાપમાં લાઇનમાં દેખાશે જેને સંરેખણ કહે છે.એક સીધી રેખામાં જોવા મળશે.જેમાં શનિ, શુક્ર, બુધ અને ગુરુ નરી આંખે જોઈ શકાશે.યુરેનસ અને નેપ્ચ્યુન જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડશે.સૂર્યાસ્ત પછી તરત જ પશ્ચિમ આકાશમાં આ નજારો જોવા મળશે.
28 ફેબ્રુઆરીએ સૌથી સારું દેખાશે
આ ગ્રહો સંપૂર્ણ એક સીધી લાઇનમાં નહીં, પરંતુ (સૂર્યના પથ) પર એક (ચાપ)માં 100-130°ના વિસ્તારમાં ગોઠવાયેલા દેખાશે. જે તેને “પરેડ” બનાવે છે. .
વધુ રસપ્રદ વાતો તો એ છે કે
ચંદ્ પણ 28મીએ નજીક હશે (ગુરુની બાજુમાં), જે દૃશ્યને વધુ સુંદર બનાવશે. આ પ્રકારનું 6 ગ્રહોનું સંરેખણ દાયકાઓમાં એકવાર જ આવે છે, તેથી તેને રેર કહેવામાં આવે છે.
28 ફેબ્રુઆરીએ ગ્રહો સૌથી સારી રીતે એક ચાપમાં ગોઠવાયેલા દેખાશે. જોવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછી તરત જ, એટલે કે સાંજે 6:30થી 8:00 વાગ્યા વચ્ચે દેખાશે. આ સંરેખણ લગભગ 20 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી જોવા મળશે, પરંતુ 28મીએ તે સૌથી સ્પષ્ટ અને સુંદર હશે.
એ ઉપરાંત ૧૭ ફેબ્રુઆરીની રાત્રે C/2024 E1 (Wierzchos) નામનો ધૂમકેતુ પણ પૃથ્વીની સૌથી નજીકથી પસાર થવાનો છે, જે ટેલિસ્કોપ દ્વારા જોઈ શકાશે

