WORLD : યુદ્ધો રોકી કરોડો લોકોના જીવ બચાવ્યા મને શાંતિદૂત તરીકે યાદ રાખજો : ટ્રમ્પ

0
119
meetarticle

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતાને શાંતિદૂત ગણાવ્યા છે, રશિયા અને યુક્રેન જ્યારે ઇઝરાયેલ અને ઇરાન સામસામે યુદ્ધ લડી રહ્યા છે ત્યારે ટ્રમ્પે કહ્યું છે કે મને વિશ્વ એક શાંતિદૂત તરીકે યાદ રાખે, મે વિશ્વમાં અનેક યુદ્ધોને થતા રોક્યા છે. મિયામિમાં સઉદીના એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું હતું કે મે વિશ્વમાં આઠ યુદ્ધો રોકવામાં મદદ કરી છે જેમાં ભારત-પાકિસ્તાન, ઇઝરાયેલ-હમાસ, કમ્બોડિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આ યુદ્ધો રોકીને મે કરોડો લોકોનો જીવ બચાવ્યો છે.

પોતાના જ વખાણ કરતા ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે સાચુ કહું તો મને હારનારા લોકો વધુ પસંદ છે, મને એવા લોકોથી નફરત છે જેઓ બહુ જ સફળ છે કેમ કે તમે જ્યારે આવા લોકોની સાથે રહો છો ત્યારે તેમની સફળતાના ગુણગાન કરવા પડે છે. હોર્મુઝ ખાડીના વિવાદ અંગે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે અમે હાલ વાટાઘાટો કરી રહ્યા છીએ, જો કઇક કરી શકીએ તો બહુ જ શ્રેષ્ઠ ગણાશે. મે આઠ યુદ્ધ રોકાવ્યા છે, હું ઇચ્છું છું કે લોકો મને એક શાંતિદૂત તરીકે યાદ રાખે કેમ કે મને ખરેખર લાગી રહ્યું છે કે હું એક શાંતિદૂત છું મે કરોડો લોકોના જીવ બચાવ્યા છે. 

ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે મે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ રોક્યું છે, બન્ને દેશો એક સપ્તાહ સુધી લડતા રહ્યા, નવ વિમાનો તોડી પડાયા હતા, બન્ને દેશો યુદ્ધની સ્થિતિ સુધી પહોંચી ગયા હતા, મે તેમને અટકાવ્યા, મે બન્ને દેશોને કહ્યું કે જો તમે બન્ને લડતા રહેશો તો હું ૨૫૦ ટકા ટેરિફ નાખી દઇશ. બાદમાં બન્ને દેશોએ કહ્યું કે અમે યુદ્ધ રોકવા તૈયાર છીએ. ઇરાનની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું હતું કે છેલ્લા ૪૭ વર્ષથી ઇરાન મિડલ ઇસ્ટમાં દાદાગીરી કરતુ આવ્યું છે.અમેરિકન પ્રમુખે કહ્યું  હતું  કે હવે ઇરાનની દાદાગીરી નહીં ચાલે, ઓપરેશનમાં ઇરાનનું નેતૃત્વ, સૈન્ય દળો અને પરમાણુ મથકોને ભારે નુકસાન કર્યું છે. હોર્મુઝની ખાડીમાં નાટોએ કોઇ મદદ ના કરતા ટ્રમ્પે હવે નાટોની ટીકા કરવાનંુ શરૂ કરી દીધુ છે, ટ્રમ્પે કહ્યું હતું કે નાટો પેપર ટાઇગર છે, મે હંમેશા કહ્યું છે કે અમેરિકાએ નાટોની મદદ કરી છે પરંતુ નાટોએ ક્યારેય અમેરિકાની મદદ નથી કરી. દરમિયાન ટ્રમ્પે હળવા મૂડમાં કહ્યું હતું કે પત્રકારો ઇચ્છે તો મને સેક્સ અંગે પણ સવાલો પૂછી શકે છે હું તમામ સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છું. પ્રેસ કોન્ફરંસમાં પોતાની વાત રજુ કર્યા બાદ ટ્રમ્પે પત્રકારોને સવાલો પૂછવા કહ્યું હતું આ દરમિયાન જ ટ્રમ્પે એવુ કહ્યું કે તમામ લોકો હસવા લાગ્યા, ટ્રમ્પે કહ્યું હતું કે પત્રકારો ઇચ્છે તો મને સેક્સ અંગે પણ સવાલો પૂછી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here