ARTICLE : જે તમને એકવાર દગો આપે છે, તે તમને હજાર વાર દગો આપશે.

0
19
meetarticle

દરિયો ખારો છે તે જાણવા માટે આખો દરિયો પીવાની જરૂર નથી હોતી”

માનવ સંબંધોમાં ‘વિશ્વાસ’ એ એક એવો કાચ છે જો એકવાર તૂટી જાય, તો તેમાં દેખાતો ચહેરો હંમેશા માટે બદલાઈ જાય છે. સંકેતોને ઓળખતા શીખો
જેમ દરિયાના પાણીનું એક ટીપું ચાખવાથી ખબર પડી જાય છે કે આખું પાણી ખારું જ હશે, તેમ માણસના એક વ્યવહાર પરથી તેની આખી ફિતરત સમજી શકાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ‘Past behavior is the best predictor of future behavior’ (ભૂતકાળનો વ્યવહાર ભવિષ્યના વ્યવહારનો શ્રેષ્ઠ સંકેત છે). જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે તમારો ભરોસો તોડી શકે છે, તો તે તેની માનસિકતા છે, ભૂલ નહીં.
બીજી તક ઉદારતા કે જોખમ?
સમાજમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે “બીજી તક આપવી જોઈએ.” પરંતુ, દગાના કિસ્સામાં આ જોખમી સાબિત થઈ શકે છે.ક્ષમા આપવી તે તમારી માનસિક શાંતિ માટે જરૂરી છે.ફરી વિશ્વાસ કરવો તે સામી વ્યક્તિને ફરીથી નુકસાન કરવાની છૂટ આપવા બરાબર છે. સમયનો બચાવ એ જ સમજદારીઆખો દરિયો પીવાની મૂર્ખામી એ વ્યક્તિ કરે છે જે વારંવાર છેતરાવા છતાં એમ માને છે કે “કદાચ હવે સામેવાળી વ્યક્તિ બદલાઈ જશે.”
સમજદાર વ્યક્તિ એ જ છે જે એક નાનકડા કડવા અનુભવ પરથી સત્ય સ્વીકારી લે છે અને પોતાનો કિંમતી સમય અને લાગણીઓ બચાવી લે છે.
આત્મસન્માનની સુરક્ષા
જ્યારે તમે જાણી લો છો કે કોઈની દાનત બરાબર નથી, ત્યારે તેનાથી અંતર જાળવવું એ તમારો અહંકાર નથી, પણ તમારું Self-Respect (આત્મસન્માન) છે. જે તમને એકવાર દગો આપી શકે છે, તે તમારી નબળાઈ જાણી ચૂક્યો હોય છે, અને તે ફરીથી એ જ નબળાઈનો ફાયદો ઉઠાવશે.
જીવન ટૂંકું છે અને સાચા લોકો ઓછા છે. તેથી, ખોટા લોકો પાછળ આખી જિંદગી બગાડવા કરતા, એક કડવા અનુભવથી જ બોધપાઠ લઈ લેવો ઉત્તમ છે. યાદ રાખો કે સાપ કરડે ત્યારે ઝેર આખા શરીરમાં ફેલાય તેની રાહ જોવાની ન હોય, પણ તરત જ ઈલાજ કરવાનો હોય છે.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here