BUSINESS : LICના રોકાણકારો માટે લોટરી : દરેક શેર પર મળશે એક બોનસ શેર

0
13
meetarticle

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વિમા નિગમે (LIC) પોતાના શેરહોલ્ડરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તમામ શેરહોલ્ડરોને 1:1ના રેશિયોથી એટલે કે પ્રત્યેક શેર પર એક બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 

બોનસ શેર આપવાનો પ્રસ્તાવને મંજૂરી

એલઆઈસીએ સોમવારે શેર બજાર એક્સચેન્જને માહિતી આપી છે કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સોમવારે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. કંપની 31 ડિસેમ્બર-2025 સુધીમાં જમા થયેલા નફામાંથી 6325 કરોડ રૂપિયાનું મૂડીકરણ કરીને બોનસ શેર બહાર પાડવામાં આવશે.

કેન્દ્ર સરકાર LICમાંથી હિસ્સો વહેંચશે

રેકોર્ડ ડેટ પર માન્ય શેરધારકોને 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળો એક બોનસ શેર આપવામાં આવશે. સૂત્રો મુજબ આ નિર્ણયથી કંપનીમાં સરકારી હિસ્સો વહેંચવાની કવાયત ઝડપી થઈ શકે છે. સરકાર આ દિશામાં યોજના બનાવી રહી છે. હાલ એલઆઈસીમાં સરકારનો 96.5 ટકા હિસ્સો છે. એલઆઈસીએ મે-2022માં આઈપીઓ દ્વારા 3.5 ટકાનો હિસ્સો વહેંચીને 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

શેરબજાર ગગડ્યું, પરંતુ LICના શેરમાં ધરખમ વધારો

સોમવારે શેરબજારમાં જોવા મળેલી ભારે પછડાટ છતાં બીએસઈ (BSE) પર એલઆઈસીના શેર વધારા સાથે બંધ થયા હતા. આજે એલઆઈસીના શેર 0.71% (5.70 રૂપિયા)ના ઉછાળા સાથે 804.25 રૂપિયાના ભાવ પર બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન કારોબારમાં એલઆઈસીના શેર 782.00 રૂપિયાના નીચલા સ્તરથી લઈને 809.00 રૂપિયાના ઊંચા સ્તર સુધી પહોંચ્યા હતા. જોકે વીમા કંપનીના શેર હાલમાં તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરથી થોડા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ પર એલઆઈસીના શેરનો 52 સપ્તાહનો હાઈ 980.05 રૂપિયા અને 52 સપ્તાહનો લો 722.00 રૂપિયા રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here