Thursday, May 2, 2024
HomeગુજરાતGUJARAT: શહેરના કુંભારવાડામાં 3 મિત્ર ઉપર ઘાતક હથિયારોથી હુમલો

GUJARAT: શહેરના કુંભારવાડામાં 3 મિત્ર ઉપર ઘાતક હથિયારોથી હુમલો

- Advertisement -

શહેરના કુંભારવાડા વિસ્તારમાં વાયર કાપવાનું મશીન પાછું માગ્યાની દાઝ રાખી ત્રણ ભાઈ સહિત પાંચ શખ્સે ત્રણ મિત્ર ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર શહેરના કુંભારવાડા, મહંમદી મસ્જિદના ખાંચામાં, કબીરભાઈ સ્ટીલવાળાની સામે રહેતા ઈરફાનભાઈ ઉર્ફે લક્કી હનિફભાઈ સમા (ઉ.વ.૩૭)એ એકાદ વર્ષ પૂર્વે અકબર ઉમરભાઈ સમા નામના શખ્સને વાયર કાપવાનું મશીન આપ્યું હતું. આ મશીન પાછું માંગત ગત તા.૧૭-૪ના રોજ મોડી સાંજના સમયે અકબર સમાએ ઈરફાનભાઈને કુંભારવાડા, ખાર વિસ્તાર, મહંમદી મસ્જિદ પાસે બોલાવ્યા હતા. જ્યાં અકબર સમા, તેના બે ભાઈ અસલમ ઉમરભાઈ સમા અને અલીભાઈ ઉમરભાઈ સમા નામના શખ્સોએ ગાળો દઈ માથાકૂટ કરવા લાગતા આ સમયે ઈરફાનભાઈના મિત્રો કાનજીભા કાળુભાઈ બારૈયા અને સંજયભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણે દોડી આવી વચ્ચે પડતા ત્રણેય ભાઈઓે તલવાર, ધારિયું અને લોખંડના પાઈપ વડે હુમલો કરી ત્રણેય મિત્રને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ બે અજાણ્યા શખ્સોએ પણ આવી ઝઘડો કરી ઈજાગ્રસ્ત ઈરફાનભાઈને બાઈકમાં બેસાડી સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે હવે મશીન માંગતો નહીં, નહીંતર તને જાનથી મારી નાંખીશું તેવી ત્રણેય હુમલાખોર ભાઈએ ધમકી આપી હતી. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત કાનજીભાઈ અને સંજયભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સર ટી.હોસ્પિલ લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે ઈરફાનભાઈ ઉર્ફે લક્કી સમાએ પાંચેય શખ્સ સામે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular