NATIONAL : 15 ઓગસ્ટ પહેલા જ લાલ કિલ્લાએથી આવ્યા મોટા સમાચાર, સામે આવ્યું બૉમ્બ કનેક્શન, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

0
56
meetarticle

સ્વતંત્રતા દિવસ (Independence Day) ને આડે હવે માત્ર 10 જ દિવસ બાકી છે ત્યારે દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષાને લઈને એક મોટી ખબર સામે આવી છે.

Independence Day 2025: 10 દિવસ પછી દેશનો સૌથી મોટો તહેવાર એટલે કે સ્વતંત્રતા દિવસને આડે હવે 10 જ દિવસ બાકી છે. તે વખતે રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

લાલ કિલ્લાની સુરક્ષામાં બેપરવાહીને લીધે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ પહેલા એક ડમી બોમ્બ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજ લાલ કિલ્લા પરિસરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 5 બાંગ્લાદેશીઓની પોલીસ ધરપકડ કરી છે. જે illegal રીતે ભારતમાં રહેતા હતા. દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલા થયેલી આ સુરક્ષા ચૂકને લઈને મોટું પગલું લીધું છે. લાલ કિલ્લાની સુરક્ષામાં તૈનાત 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે તેમની ડ્યૂટીમાં લાપરવાહીને લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

15 ઓગસ્ટ કાર્યક્રમને પગલે મોક ડ્રિલ

દિલ્હી પોલીસ દરરોજ 15 ઓગસ્ટના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રોજ સિક્યોરીટી મોકડ્રીલ કરે છે. શનિવારે એક ખાસ સ્પેશયલ સેલની એક ટીમે આવી જ એક ડ્રિલ હાથ ધરી હતી. ટીમે સિવિલ ડ્રેસમાં લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશ કર્યો અને એક ડમી બોમ્બ લઈ ગઈ. તે દરમિયાન ત્યાં ડ્યુટી પર હજાર પોલીસ કર્મીઓ તે ડમી બોમ્બને identify ના કરી શક્યા અને તેના લીધે તેને સુરક્ષામાં ચૂક માનવામાં આવી. અને તેના પગલે તાત્કાલિક ધોરણે ત્યાં હાજર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા.

DCP રાજા બાંઠિયાએ સિક્યોરીટીને સુધારવાનો આદેશ આપ્યો. 15 ઓગસ્ટ પહેલા સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસ કર્મીઓ ડમી બોમ્બ લાલ કિલ્લાની અંદર પહોંચી ગયા હતા. વડાપ્રધાનના સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરે છે. અને માટે તે ખાસ આતંકીઓન નિશાન પર રહે છે. એવામાં આવડી મોટી ભૂલ થવી એ ખૂબ ગંભીર મામલો છે. અને જે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની વિરોધ તપાસ પણ શરૂ થઈ ગઈ છે.

લાલ કિલ્લામાં ઘૂસણખોરી કરતાં પકડાયા બાંગ્લાદેશીઓ

મુખ્ય વાત એ છે કે સોમવારે એટલે કે ગઈકાલે 4 ઓગસ્ટના રોજ 5 બાંગ્લાદેશીઓ illegal રીતે લાલ કિલ્લામાં ઘૂસવાની કોશિશ કરતાં ઝડપાયા હતા, તેમની પાસે નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. પોલીસ આ બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટર મોકલી દીધા છે. હવે 15 ઓગસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લાલ કિલ્લાની સુરક્ષા વધુ વધારી દેવાઈ છે.

બીજી તરફ દિલ્હી પોલીસે 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. પોલીસના મુજબ આ તમામ ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા અને જબરદસ્તી લાલ કિલ્લાના પરિસરમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. આ બધાની ઉંમર 20-05 વર્ષ આસપાસ છે અને તેઓ દિલ્હીમાં છૂટક મજૂરીકામ કામ કરતાં હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here