સુરતમાં ગઈકાલે થયેલા સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે, મહિલાએ સાસુ સાથે ઝઘડામાં પગલુ ભર્યાનું અનુમાન પોલીસને લાગી રહ્યું છે,
બે બાળકો સાથે માતાએ આપઘાત કર્યો હતો જેમાં માતા અને 2 વર્ષના દીકરાનું નિપજ્યું હતું મોત, મહિલાનો પતિ હિતેશ વડોદરા જેલમાં બંધ છે, પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા.
પાંચ વર્ષની બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ
બનાવ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પાંચ વર્ષની બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરતમાં રેલવે ટ્રેક પર મહિલા અને બે બાળકો સાથે મહિલાએ આપઘાત કર્યો હતો, પતિના પણ કોઈ અન્ય મહિલા સાથેના સંબંધ હોવાની મહિલાને શંકાને કારણે પગલું ભર્યો હોવાનું અનુમાન પણ છે, ઘટનામાં મહિલા જયશ્રી પ્રજાપતિનું ઘટના સ્થળે મોત અને 2 વર્ષના બાળક નક્ષ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું છે, 5 વર્ષીય દેવાંશી ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
સુરત રેલવે પોલીસ કરી છે આપઘાત કેસમાં તપાસ
ગઈકાલે માતા તેના બે બાળકોને લઈ રેલવે ટ્રેક પર પહોંચી હતી અને માલગાડી આવતા તેની સામે પડીને આપઘાત કર્યો હતો, તો બે લોકોના મોત અને એક બાળકી ઈજાગ્રસ્ત છે, રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પરિવારના સભ્યોના નિવેદન પણ પોલીસે લીધા છે, તો બાળકી સારવાર હેઠળ છે. પતિ, સાસુ-સસરા, નણંદ અને બે સંતાનો સહિતના પરિવાર સાથે શહેરના ડભોલી વિસ્તારની સોસાયટીમાં રહેતી હતી. મૃતક જયશ્રી સુમુલ ડેરીના પ્લાન્ટમાં નોકરી કરતી હતી. જ્યારે તેનો પતિ હિતેશ વડોદરામાં RTO એજન્ટ તરીકે કામ કરે છે.


