રાજનીતિમાં ફરી એક ગંઠબંધન તૈયાર થવા જઇ રહ્યુ છે. આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને હસનપુરથી ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવ જલદી જ પ્રદીપ નિષાદ સાથે મળીને રાજનીતિમાં નવો મોર્ચો સંભાળશે. તેજ પ્રતાપ આ મામલે મોટી જાહેરાત કરી શકે છે. તેજ પ્રતાપ હાલ પટનામાં છે અને બેઠકોનો દૌર યથાવત્ છે.
ફરી એક ગઠબંધનની ચર્ચા
પ્રદીપ નિષાદ એક સમયે વીઆઇપી પાર્ટીના સક્રિય નેતા હતા. પરંતુ હાલમાં તેઓેએ પાર્ટીથી અલગ થઇને પોતાનો રાજનૈતિક પક્ષ ઉભો કર્યો છે. તો આ તરફ, તેજ પ્રતાપ પોતાની જનશક્તિ અને યુવાઓ સાથે જોડાયેલી રાજનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. હવે આગામી સમયમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના માટે નિષાદ, યાદવ અને અન્ય વર્ગોના વોટ બેન્ક પર ફોકસ કરવા માટે પક્ષો વિવિધ યોજનાઓ બનાવી રહ્યા છે. તેજ પ્રતાપ હાલ બેઠકોમાં વ્યસ્ત છે. તેઓએ કોઇ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. પરંતુ પત્રકાર પરિષદ દરમિયાન તેઓ મહત્ત્વની બાબતોનો ખુલાસો કરી શકે છે.
પટનામાં બેઠકોનો દૌર યથાવત્
વર્ષ 2020માં તેજ પ્રતાપ યાદવે સમસ્તીપુર જિલ્લાની હસનપુર બેઠકથી ચૂંટણી જીતી હતી. પરંતુ 25 મે 2025ના રોજ લાલૂ પ્રસાદ યાદવે તેમને આરજેડીમાંથી 6 વર્ષ માટે બરખાસ્ત કર્યા છે. અને પરિવારમાંથી પણ હાંકી કાઢ્યા છે. હવે તેજ પ્રતાપ બિહાર ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાને ઉતરશે. તેઓએ જાહેરાત કરી છે કે, તેઓ વૈશાલી જિલ્લાની મહુઆ બેઠકથી ચૂંટણી લડશે.


